Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કોરોનાને નાથવા ABVP મેદાનેઃ ડોકટર-લેબોરેટરીની સેવા આપશે

માનસીક કાઉન્સેલીંગ, દવા, ફ્રુટ, જયુસની ફ્રિ હોમ ડિલીવરી સહિતની મદદ કરશેઃ હેલ્પ નંબર જાહેર

રાજકોટ તા. ર૩: રાજકોટ સહિત સમગ્ર દેશમાં છેલ્લા એક વર્ષની કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ ખુબ ઝડપથી ફેલાતા દિવસેનો દિવસે કેસનોઅ ને મૃત્યુનો આંક વધી રહ્યો છે ત્યારે સામાજીક સંસ્થાઓ અને સંગઠનો કોરોના નાથવા પ્રયાસ કરી રહ્યા છે જે અન્વયે રાજકોટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વાનરા કોવિડ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ડોકટર, લેબોરેટરી, માનસીક કાઉન્સીંગ તથા દવા, ફ્રુટ, જયુસની ફ્રી હોમ ડિલીવરી સહિતની મદદક રવામાં આવશે.

આ અંગે અ.ભા.વિ.પ.ની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા ૭ર વર્ષથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીના વિવિધ પ્રશ્નો સમાધાન માટે આંદોલન તથા રચનાત્મક પ્રવૃતિઓ કરી રહી છે. પરંતુ જયારે આજે કોલેજ કેમ્પસ બંધ હોઇ છે. દેશ જયારે કોરોના જેવી મહામારી સામે લડી રહેલું છે ત્યારે અ.ભા.વિ.પી. ના કાર્યકર્તા મસાજની વચ્ચે જઇ કોવિડને લગતી સેવાઓ આપી રહ્યા છે.

અ.ભા.વિ.પ. રાજકોટ દ્વારા અલગ અલગ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેનાં બ્લડ, લેબોરેટરી સેવા-૯૯૦૯ર ૮૦૯૩૦, (ર) ફ્રી ઓનલાઇન/ઓફ લાઇન કન્સલ્ટન્ટ ડોકટર તથા ફ્રિ હોમ વિઝીટ માટે ૮૮૬૬પ ૪૩૧૪૩, (૩) દવા તથા ફ્રુટ જયુસ ફ્રિ હોમ ડિલીવરી માટે ૯૯૯૮૧ ૪ર૧ર૦, (૪) માનસીક કાઉન્સેલીંગ માટે ૭ર૬પ૦ ૮૯પપ૦, ૯૦૩૩૦ ૩૩૭૧૭, પ્રથમ દિવસે જ હેલ્પલાઇન નંબર પર ડોકટરને ર૪ ફોન આવ્યા જેમાં ૧૯ નું વિડિયો કોલ દ્વારા કાઉન્સેલીંગ કર્યું તથા પની હોમ વિઝીટ લેવામાં આવીહ તી. તેમ અ.ભા.વિ.પ.નાં રાજકોટ મહાનગર કાર્યાલય સહમંત્રી નિલભાઇ માવાણીની યાદીમાં જણાવાયું છે.

(4:01 pm IST)