Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

પૂર્વ મેયર રક્ષાબેન બોળિયાનાં પિયર પક્ષમાં વજ્રઘાતઃ પિતા અને બે ભાઇઓ ગુમાવ્યા

થોડા જ દિવસમાં પ્રથમ મોટાભાઇ અને બાદમાં પિતાશ્રી ત્થા આજે નાનાભાઇનું અવસાન થતાં જાદવ પરિવારમાં ઘેરો શોક

રાજકોટ તા. ર૧ : પૂર્વ મેયર રક્ષાબેન બોળિયાનાં પિયર પક્ષમાં કાળનો ક્રુર પંજો ફરી વળ્યો હોય તેમ થોડા દિવસનાં અંતરે જ રક્ષાબેનનાં મોટાભાઇ ત્યારબાદ પિતાશ્રી અને આજે નાનાભાઇનાં કરૂણ મૃત્યુ થતાં રક્ષાબેનનાં પિયર જાદવ પરિવાર પર વજ્રઘાત થયો છે.

પૂર્વ મેયર રક્ષાબેન બોળિયાનાં મોટાભાઇ રાજેન્દ્રભાઇ જાદવનું અવસાન થયેલ ત્યારબાદ બે દિવસનાં અંતરે તેઓનાં પિતાશ્રી અને ભારતીય કિશાન સંઘનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઇ જાદવનુ અવસાન થયેલ અને આજે નાનાભાઇ અક્ષયભાઇ જાદવનું અવસાન થયુ હતું.

આમ ખૂબ જ ટૂંકા ગાળમાં જાદવ પરિવારે ત્રણ-ત્રણ મોભીઓ ગુમાવતાં રક્ષાબેન બોળીયા ત્થા જાદવ પરિવાર પર આભ ફાટયા જેવી સ્થીતી સર્જાઇ છે.

(4:18 pm IST)