Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

આજે વિશ્વ પૂસ્તક દિવસ

બે પુંઠા વચ્ચે કાગળ ફેરવતા ફેરવતા થતો આત્મા સાથેનો વ્યવહાર એટલે પૂસ્તક! પુસ્તક જ્ઞાનનો ભંડાર. પ્રગતિ અને સમજો મગજ સાથેનો વ્યવહાર એટલે પૂસ્તક. માત્ર એટલો વિચાર કરીએ કે પૂસ્તક વગરની દુનિયા કેવી લાગતી હોત? તો જવાબ શુન્ય મળે. જ્ઞાન મેળવવા પૂસ્તક જરૂરી છે. શાસ્ત્રોની વાત કરીએ તો જો પ્રાચીનકાળમાં પૂસ્તકો ન લખાયા હોત તો આજે રામાયણ, મહાભારત, શિવ પુરાણ, ભગવત ગીતા, ભાગવદ્દ જેવા ગ્રંથોનું દર્શન અને એમાં સમાયેલા જ્ઞાને આપણે જાણી શકયા હોત ખરા? આજે ઇન્ટરનેટના યુગમાં વાંચન ઘટયુ છે તે પણ એક હકીકત છે. પરંતુ બીજી બાજુ દુનિયામાં લાયબ્રેરીઓની સંખ્યા વધી છે. એક અંદાજ મુજબ દુનિયામાં રોજના ૨૭૦૦ થી વધુ નવા પુસ્તકો પ્રકાશિત થાય છે. એટલે પુસ્તકો હજુ વંચાય રહ્યા છે એવો આશાવાદ પણ ચોકકસ રહે.

- મિતલ ખેતાણી, મો.૯૮૨૪૨ ૨૧૯૯૯

(3:57 pm IST)