Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કાલે વર્લ્ડ વેટરનરી ડે

પ્રાણીઓ માટે જે ચિકિત્સા વ્યવસ્થા કરવામાં આવે તેને વેટરનરી કહે છે. ઘવાયેલા બીમાર પશુ-પક્ષી, પ્રાણીઓની ચિકિત્સાને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે વેટરનરી ડે સેલીબ્રેટ કરવામાં આવે છે. જે ડોકટર્સ આ જીવોની ચિકિત્સા કરે છે તેમેને વેટરનર્સ કહેવામાં આવે છે. પ્રાણીઓની સારવાર કઠીન છે. કેમ કે માણસ જેટલી સમજદારી અને સહયોગ સારવારમાં દાખવે છે તે પ્રાણીઓ દાખવી શકતા નથી. પેટ એનિમલની વાત કરીએ તો તે થોડા સમજદાર હોય છે. આજે વિશ્વ આખુ જયારે મહામારીનો સામનો કરી રહ્યુ છે. ત્યારે પશુ ચિકિત્સકો પણ કોવિડ વોરીયર્સ સાબીત થયા છે. ઇશ્વરની ભેટ સમાન આ પશુ પક્ષીઓની રક્ષા કરવાની જવાબદારી આપણે સૌએ સમજીને નિભાવવી પડશે. સહજીવનના સિધ્ધાંત મુજબ સૃષ્ટિના તમામ જીવ એકમેક પર આધારીત છે. જો આપણે અન્ય જીવોનું ધ્યાન રાખીશુ તો એ પણ આપણું રક્ષણ અવશ્ય કરશે.

- મિતલ ખેતાણી, મો.૯૮૨૪૨ ૨૧૯૯૯

(3:57 pm IST)