Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

પ્રહલાદ પ્લોટમાં સોની પરિવાર ઉપર પોલીસના દમનના વિરોધમાં કલેકટરને આવેદનઃ જવાબદારોને સસ્પેન્ડ કરો

રાજકોટ : ઝાલાવાડી વીશા શ્રીમાળી સોની સમાજના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવી પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં સોની કિશોરભાઇ બારભાયા પરિવાર ઉપર અને મહિલાઓ-બાળકો પર પોલીસ દમનના વિરોધીમાં વિસ્તૃત રજૂઆતો કરી હતી. આવેદનમાં જણાવેલ કે આ ઘટના અંગે મુખ્યમંત્રી - ગૃહમંત્રી - પોલીસ વડાને રજૂઆત કરાય છે, પોલીસ દ્વારા સ્ત્રીઓ-બાળકો-વૃધ્ધો ઉપર અશોભનીય વર્તન કરાયું છે, આઘાતજનક ઘટના છે, આ બાબતે માંગણી છે કે ઘટનામાં સામેલ પોલીસ અધિકારીઓ - જવાબદારો સામે તાકીદે પગલા લઇ સસ્પેન્ડ કરવામાં આવે નહી તો ઉગ્ર આંદોલન કરાશે, આવેદનપત્ર પ્રમુખ પુનિતા પારેખની આગેવાની હેઠળ અપાયું હતું.  (તસ્વીર : અશોક બગથરીયા)

(3:55 pm IST)