Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

રાજકોટના યાજ્ઞિક રોડ ઉપરના વેપારી સામે થયેલ ફરીયાદને ગ્રાહક ફોરમે રદ કરી

રાજકોટ, તા.૨૩: રાજકોટમાં ડો.યાજ્ઞીક રોડ ઉપર વૈશાલી ટ્રેડર્સના નામથી કામ કરતા અને લેડીઝ ગાર્મેન્ટસનો - ધંધો કરતી પેઢી સામે અહેમદે નુરમહોમદ ડાંગરીયા ઠે.અમન એસ્ટેટ, સુભાષનગર શેરી નં.૬, સાંઇબાબા મંદિર સામે, રાજકોટના એ કરેલ બોગસ ફરીયાદ ગ્રાહક ફોરમ દ્વારા રદ કરવામાં આવેલ છે.

ફરીયાદની વિગત મુજબ ફરીયાદીએે સામાવાળાના શો-રૂમમાંથી ત્રણ ડ્રેસ ખરીદેલ, જેમાંથી એક ડ્રેસ સાઇડમાંથી ફાટી ગયેલ અને બીજો ડ્રેસ ખામીયુકત હતો જેથી તેઓએ જે તે ડ્રેસ બદલી નહી આપતા ગ્રાહક ફોરમમાં ફરીયાદ કરેલ.

સામાવાળાએ તેના જવાબમાં જણાવેલ કે, ફરીયાદીએ જે બીલ રજુ કરેલ છે, તે જોતા ફરીયાદી કે જે ૭૪ વર્ષના પુરૂષ છે તેઓએ લેડીઝ ડ્રેસ ખરીદેલ હોય, તેવુ ફલીત થતુ નથી કે માનવા યોગ્ય નથી. તેમજ કોઇ પણ ગ્રાહક ડ્રેસ ખરીદે છે ત્યારે તે પહેલા પહેરી જોવે છે ત્યારબાદ જે તે ડ્રેસ/પીસ યોગ્ય હોય, ત્યારબાદ તેનું બીલ બનાવવામાં આવે છે. જેથી ડ્રેસ પહેરવાની સાથે તરત જ ફાટી ગયો તે બાબત તદન ગલત છે.

અગાઉ એક વાર નાઇટ ડ્રેસ ખરીદયા બાદ તેમાં કાણા પાડી તોછડાઇથી ભાષાવિવેક વગર, રીપ્લેશમેન્ટની માંગણી કરેલ. જે તે સમયે સ્ત્રી ગ્રાહકો મોટી સંખ્યામાં હાજર હતા અને તેના ઔચીત્યતાનો ભંગ ન થાય તેવી ફરીયાદીને નાઇટ શુટ રીપ્લેશ કરી આપેલ. ત્યારબાદ  ફરીવાર અસંખ્યવાર પહેરી વોશ થયેલુ હોય તેવુ જણાતુ હતું તેી 'કંપનીમાં પુછી યોગ્ય જવાબ આપવામાં આવશે' તેવું જણાવવામાં આવેલ. ત્યારબાદ બીજા દિવસે ફરીયાદીએ આવી બિભસ્ત ભાષામાં ગાળાગાળી કરી.. 'હું શોરૂમની બહાર ઉભી રહી બદનામી કરીશ, હું કોણ છુ તે જાણવાની જરૂર નથી, કોર્ટની નોટીસ આવે તેમાંથી જાણી લે જ' તેવી ધમકી આપી ચાલ્યા ગયેલ. ત્યારબાદ તેઓએ કન્ઝયુમર ફોરમમાં બોગસ વિગતો સાથે ફરીયાદ કરેલ.

ગ્રાહક ફોરમે ફરીયાદ રદ કરતા ઠરાવેલ છે કે, લેડીઝનો ડ્રેસ જેન્ટસ પહેરે તો ફાટે. અને ફરીયાદીએ ઉપયોગ કરનાર લેડીસ મેમ્બરનું સોગંદનામું રજુ કરેલ નથી. ખામી છે કે નહીં તે સાબીત કરવાની જવાબદારી ફરીયાદીની છે. સમગ્ર હકીકત ધ્યાને લેતા ઉત્પાદન ખામીયુકત હોવાનું  ફરીયાદી સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ હોય, સામાવાળાએ સેવા ખામી સર્જેલ હોવાની એક પણ હકીકત પુરવાર કરી શકેલ ન હોય, તે સંજોગોમાં માંગ્યા મુજબ નુકશાની કે વળતર, દુઃખ-ત્રાસ બદલનું વળતર વિગેરે કોઇપણ દાદ મેળવવા ફરીયાદી હક્કદાર થતા નથી. તેવું ઠરાવી જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ કમીશનરને ફરીયાદી અહેમદે નુરમહોમદ ડાંગશીયાની ફરીયાદ રદ કરેલ છે.

ઉપરોકત ફરીયાદમાં સામાવાળા વૈશાલી ટ્રેડર્સ વતી - વિકાસ કે.શેઠ, બ્રિજ શેઠ, અલ્પા શેઠ, રાજદિપ દાસાણી તથા રાજ રતનપરા એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(3:54 pm IST)