Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કુવાડવાની કરોડોની જમીનના બોગસ વેચાણ કરાર બનાવવાના ગુનામાં આગોતરા જામીન મંજુર

રાજકોટ તા. ર૩: રાજકોટના કુવાડવા ગામની કરોડો રૂપિયાની કિંમતી જમીનમાં ખોટો વેંચાણ કરાર ઉભો કરી અદાલતમાં જમીનનીમ ાલીકીનો દાવો કરનાર હિંમતભાઇ મનુભાઇ ઉદાણી વિરૂધ્ધ રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફોર્જરી તથા ચીટીંગના ગુન્હામાં રાજકોટની સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ તાલુકાના કુવાડવા ગામના રેવન્યુ સર્વે નં. પ૪પ પૈકીની ૪-એકર, ૭-ગુંઠા જમીન જાદવજીભાઇ ભુટાભાઇ ઢોલરીયા તથા મણીબેન ભુાટભાઇ ઢોલરીયા પાસેથી સને-૧૯૯૯ માં કરાર કરી ખરીદી લીધેલ હોવાનું જણાવી કરારના વિશિષ્ટ પાલન માટે અને થજમીનમાં સને-૧૯૯૯ બાદ કરવામાં આવેલ અલગ અલગ દસ્તાવેજો રદ કરવા રાજકોટની દિવાની અદાલતમાં દાવો આરોપી હિંમતભાઇ મનુભાઇ ઉદાણીએ દાખલ કરેલ હતો. દાવા સાથે રજુ કરેલ તા. ૧પ/૦૧/૧૯૯૯ નો વેંચાણ કરાર બનાવટી અને ઉભો કરેલ હોવાનું જણાવી હરેશ કોટકે પોલીસમાં અરજી કરી વેંચાણ કરારમાં મણીબેન ભુટાભાઇનું અંગુઠાનું નિશાન ખોટું હોવાના એફ.એસ.એલ. રીપોર્ટ રજૂ કરતા પોલીસ દ્વારા હિંમતભાઇ મનુભાઇ ઉદાણી તથા તેને દિવાની દાવામાં સહયોગ આપનાર મણીબેન ઢોલરીયાના પુત્ર અને વારસદાર લલીતભાઇ જાદવજીભાઇ ઢોલરીયા વિરૂધ્ધ કુવાડવા પો. સ્ટે.માં ઇ.પી.કો. કલમ-૪૬પ, ૪૬૭, ૪૭૧, ૧૯૧, ૧ર૦(બી) વિગેરે મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો.

આરોપી વિરૂધ્ધ ગુન્હો દાખલ થતાં આરોપી હિંમત મનુભાઇ ઉદાણીએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં ધરપકડથી રક્ષણ મેળવવા આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી.

જયારે મૂળ ફરીયાદી તથા સરકાર તરફે એવી રજુઆતો કરવામાં આવેલ કે અરજદારે કરેલ વેંચાણ કરારમાં વેંચાણ આપનાર મણીબેનનો અંગુઠો હોવાનો એફ.એસ.એલ.નો અભિપ્રાય છે. તેમજ રાજકોટમાં હાલ જમીનની કિંમતો વધતા મૃત્યુ પામનાર વ્યકિતઓની ખોટી ઓળખ તથા મૃત્યુ પામનાર નોટરીના બનાવટી સહી-સિકકાઓ ઉભા કરી જુની તારીખોમાં ખોટા દસ્તાવેજો બનાવવાનું રેકેટ ચાલે છે ત્યારે પોલીસને ગુન્હાના મુળ સુધી પહોંચવા આરોપીના કસ્ટીયલ ઇન્ટ્રોગેશનની જરૂરીયાત છે તેથી ગુન્હાની ગંભીરતા ધ્યાને આગોતરા જામીન અરજી રદ કરવા દલીલો કરવામાં આવેલ હતી.

બન્ને પક્ષકારોની દલીલોના અંતે અદાલત દ્વારા રાજયની હદ ન છોડવા અને પોલીસ તપાસમાં સહકાર આપવા સહિતની શરોને આધીન આગોતરા જામીન મંજુર કરવામાં આવેલ હતા. આ કામમાં આરોપી હિંમત ઉદાણી વતી ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધરાંગીયા, કુણાલ વિંધાણી, ઇશાન ભટ્ટ રોકાયેલ છે.

(3:54 pm IST)
  • રાજયમાં કોરોનાની સારવાર માટે નવી ગાઈડલાઈન જાહેર : કેટલાક કલીનીકલ પ્રોટોકોલમાં ફેરફાર જાહેર કર્યા : ગુજરાત સરકારની એકસપર્ટ ડોકટરોની પેનલે આજે કોરોના માટેની સારવારમાં આઈવરમેકટીન અને ફેવીપીરાવીર મેડીસીનનો ઉમેરો જાહેર કર્યો છે : હવે કોરોના માટેની સારવારમાં ઉપરની બે દવાનો ઉપયોગ કરવા માટે ગુજરાત સરકારે નવી કલીનીકલ પ્રોટોકોલ મેનેજમેન્ટ જાહેર કર્યાનું ડો.શાહએ જાહેર કર્યુ છે : તેમણે બીનજરૂરી દવા નહિં લેવાનું પણ કહ્યુ છે, અન્ય રાજયોના પ્રોટોકોલની ગાઈડલાઈનનો અભ્યાસ કર્યા પછી તથા ટાસ્ક ફોર્સ અને તજજ્ઞો સાથે ચર્ચા કરી નવી ગાઇડલાઈન જાહેર થઈ છે access_time 6:09 pm IST

  • દિલ્હીનાં ભાજપ સાંસદ મનોજ તિવારી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને તેઓ હોમ આઇસોલેટ થયા છે. access_time 3:51 pm IST

  • ચોરનું હૃદય પરિવર્તન : મને ખબર નહોતી કે બોટલમાં વેક્સીન છે : માફી માંગુ છું : હરિયાણાની હોસ્પિટલમાંથી ચોરાયેલી 440 વેક્સિનની બોટલ ચોર પાછી મૂકી ગયો access_time 8:02 pm IST