Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

રાજકોટથી મોકલાતા કોરોનાગ્રસ્ત મૃતદેહોની મોવૈયામાં અંતિમવિધીઃ પ્રશંસનીય સેવાકાર્ય

ગામના યુવાનો પી.પી. કીટ પહેરી સ્મશાનમાં ખડેપગેઃ કલેકટર તંત્ર સાથે સંકલન

રાજકોટ તા. ર૩ :.. કોરોના મહામારીએ હાહાકાર સર્જતા રોજ માનવ મૃત્યુની હારમાળા સર્જાઇ રહી છે. રાજકોટ સીવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના મૃત્યુ થાય છે તે પૈકી કેટલાક પડધરી પાસેના મોવૈયામાં અંતિમવિધ માટે મોકલવામાં આવી રહ્યા છે. કલેકટર તંત્ર સાથે સંકલન જાળવી ગામના સેવાભાઇ લોકો મૃતકોના સ્વજનોની હાજરીમાં પરંપરા મુજબ અંતિમવિધી કરી રહ્યા છે. ગામના યુવાનોનું સેવાકાર્ય અને વડીલોનું માર્ગદર્શન પ્રશંસનીય બની રહ્યું છે.

મોવૈયા સ્થિત રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ધીરૂભાઇ તળપદાએ જણાવ્યા મુજબ ગામમાં ગ્રામ પંચાયતના સ્મશાનમાં મૃતકોની અંતિમવિધી માટે ૧૦ ખાટલા છે. છેલ્લા બે દિવસથી રાજકોટ સીવીલ હોસ્પિટલથી અગાઉથી જાણ કર્યા મુજબ દસ-દસ મૃતદેહો અંતિમક્રિયા માટે આવી રહ્યા છે. ગામના યુવાનો જરૂરીયાત મુજબ લાકડા સહિતની વ્યવસ્થા કરી રહ્યા છે. યુવાનો પીપી કીટ પહેરી પૂરા માન સન્માન સાથે પાર્થિવદેહોના અંતિમ સંસ્કાર કરાવે છે. ગામના આગેવાનો અને નાગરીકો સહયોગી બન્યા છે. મહામારીના કપરા કાળમાં આ કાર્યને માનવતાનો સાદ સમજીને  સંપૂર્ણ નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવે છે. સરકારી ગાઇડ લાઇનના પાલન સાથે દિવંગતોના સ્વજનોને સાંત્વના મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

(3:52 pm IST)