Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ઓકિસજન લેવલ અંગે રસપ્રદ વિગતો જાણો

કોરોનાના લીધે આજે જનસામાન્યના મોઢા પર oxygen level નું નામ રમતું થઈ ગયું છે. કોઈને પણ કોરોના થાય એટલે તરત મનમાં oxygenના level વિશે વિચારો ચાલુ થઈ જાય છે. મોટાભાગના લોકોને એવું લાગે છે કે જાણે oxygenનું પ્રમાણ ધટી જશે તો એ લોકોનું મૃત્યુ થઈ જશે. વિવિધ Whatsapp group માં ફરતી અધૂરી માહિતીના લીધે લોકોના મનમાં એક ડર પેદા થઈ ગયો છે. પણ હકીકત કંઈક આ પ્રમાણે છે.

સામાન્ય નિરોગી માણસમાં oxygen નું પ્રમાણ એમની ફેફસાની ક્ષમતા પ્રમાણે ૯૬-૯૯% વચ્ચે રહેતું હોય છે.

Pulse Oxymeter (Oxygen માપવાનું સાધન) તમારી આંગળીઓના ટેરવા પર તમારા ધબકારાને sense કરીને oxygenનું પ્રમાણ બતાવે છે. તાવ આવે ત્યારે peripheral vasoconstriction ( લોહી પહોંચાડતી નળીઓ સંકોચાવા) ના કારણે મશીન તમારા ધબકારાને બરાબર sense કરતું નથી એટલે oxygenનું પ્રમાણ ૩-૫ નંબર જેટલું ઘટે છે. આ બહુ સામાન્ય બાબત છે. તાવ ઉતરે ત્યારે Peripheral Vasodilation ( નળીઓ પહોળી થવાના) લીધે oxygen નું પ્રમાણ પૂર્વવત્ થઈ જાય છે.

એટલે તાવ દરમ્યાન તમારૃં oxygen નું પ્રમાણ ઓછું થાય તો ચિંતા કરવી નહી. તાવની દવા લેવી, જરૂર લાગે તો ઠંડા પાણીના પોતા મૂકવા.

બીજું કારણ છે - Dehydration. જયારે તમારા શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થાય ત્યારે પણ ઉપર જણાવ્યા પ્રમાણે જ આંગળીઓના ટેરવા પર મશીન ધબકારા યોગ્ય રીતે sense કરતું નથી. એટલે તમારું શરીર oxygenનું પ્રમાણ ઓછું બતાવે છે. આ સમસ્યાથી બચવા માટે શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. (Maintain Hydration).

ઘણા લોકોને ફેફસાની બીમારીના લીધે ફેફસાંને કાયમી નુકસાન પહોંચ્યું હોય અથવા કોઈ બીમારીના લીધે ફેફસાંનો કોઈ ભાગ કે પછી એક બાજુનું આખું ફેફસું કાઢી નાંખ્યું હોય તો પણ એ લોકો સામાન્ય જીંદગી જીવતા જ હોય છે. Oxygen નું પ્રમાણ ૯૦% કરતા ઉપર રહેતું હોય તો વ્યકિત ભારે શ્રમ કર્યા વગરનું સામાન્ય જીવન જીવી શકે છે.

Peripheral Vascular Disease અથવા એવી બિમારીઓ જેમાં હાથ અને પગના ટેરવે રહેલી નાની નળીઓ બંધ થઈ જાય એવા કિસ્સામાં પણ લોહીમા oxygenનું પ્રમાણ normal હોવા છતાં pulse Oxymeter માં oxygen નું પ્રમાણ ઓછું બતાવે છે.

કોરોનાના દર્દીઓની સારવારમાં Pulse Oxymeterમાં દેખાતા આંકડા નહીં, પણ જે તે દર્દીઓના ABG (Arterial Blood Gas Analysis)ના આધારે નક્કી થાય છે કે દર્દીને કેટલો oxygen આપવો.

  • સૌથી અગત્યની વાત - Oxygen માપવાની સાચી પદ્ઘતિ

   જો તમારી આંગળી યોગ્ય રીતે મશીનમાં બેસશે નહી તો એ સાચું રિડીંગ નહી બતાવે.

   એક આંગળીમાં ઓછું બતાવે તો અન્ય આંગળીઓમાં પણ તપાસો.

   મશીન બરાબર કામ કરે છે કે નહી, એ જોવા ઘરના અન્ય સભ્યોના રિડીંગ પણ જુઓ.

   શકય હોય તો બીજા  pulse oxymeter થી પણ ચેક કરો.

   એક વાત યાદ રાખો - કોરોનાની ગંભીરતા તમારા blood reports ના આધારે નક્કી થાય છે - માત્ર તમારા Oxygen Level કે HRCT Chest ના રિપોર્ટના આધારે નહી.

   બીજી એક અગત્ય ની વાત - HRCT chest એ Diagnostic test છે, કોરોનાની સારવાર નથી. 

   આજકાલ એવું જોવામાં આવ્યું છે કે જેવો Covid 19 નો report positive આવે, ને તરત લોકો CT Scan કરાવવા દોડે છે.

   એક CT Scanમાં ૧૦૦ X Ray જેટલું radiation લાગે છે એટલે ડોકટરની સલાહ વગર કરાવવો નહી.

ડો. ગૌરાંગી શાહ : હિંદુજા હોસ્પિટલ, મુંબઇ

(સૌજન્ય : ડો. રાજેન્દ્ર લાલાણી

મો.૯૮૨૫૧ ૯૫૬૦૨, રાજકોટ દ્વારા)

(3:31 pm IST)