Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ચૂનારાવાડમાંથી દારૂની ૧૦ બોટલ સાથે દીપક રાયચુરા પકડાયો

રાજકોટ, તા.૨૨: શહેરના ચુનારાવાડ શાકમાર્કેટ પાસે દારૂની હેરાફેરી કરતા શખ્સને થોરાળા પોલીસે દારૂની ૧૦ બોટલ સાથે પકડી લીધો હતો.મળતી વિગત મુજબ ચૂનારાવાડ શાકમાર્કેટમાં એક શખ્સ દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસ મથકના પી.આઇ. બી.એમ.કાતરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.એસ.ગઢવી તથા જયદીપભાઇ ધોળકીયા સહિતે ચૂનારાવાડ શેરી નં.૭ શાકમાર્કેટ પાસેથી દિપક કાંતીલાલભાઇ રાયચુરા (ઉ.વ.પપ)ને રૂ.૫૦૦૦ની કિંમતની દારૂની ૧૦ બોટલ સાથે પકડી લીધો હતો.

(3:10 pm IST)