Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ગોકુલ હોસ્પિટલના આઇ.સી.યુ. માં દાખલ થયેલ દર્દી દ્વારા આત્મીયકોલેજ ખાતે મતદાન

રાજકોટ : તા ૧૪ એપ્રિલ,૨૦૧૯ ના રાત્રે કું.જીજ્ઞાબેન પટેલ ને ગોકુલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા, તેમના શરીરમાં ચેપ લાગવાથી શરીરના મહત્વના અંગો (ફેફસાઘ હ્રદય, કીડની અને લીવર)કામ કરતા બંધ થઇ ગયા હતા. તેમનું બ્લડ પ્રેશર ફકત પ૦ હતું. ઇમરજન્સી રૂમમાં ૩ કલાકથી વધારે સારવાર બાદ તેમને આઇ.સી.યુ. માં શીફટ કરવામાં આવ્યા હતા. ગોકુલ હોસ્પિટલનું આઇ.સી.યુ. યુરોપીયન સ્ટાન્ડર્ડસ પ્રમાણે  બનાવવામાં આવેલ છે, જેમાં ક્રિટીકલ કેર માટે તમામ આધુનિક સાધનો ઉપલ્બધ છે. ડો. તેજસ મોતીવરસ, ડો. દિગ્વીજયસિંહ જાડેજા, ડો. તેજસ કરમટા, ડો. પ્રિયંકાબા જાડેજા, ડો. તુષાર બુધવાણી અને ડો. જીગર ડોડીયાની ટીમ દ્વારા એક અઠવાડીયાની ઘનીષ્ઠ સારવાર બાદ જીજ્ઞાબેનની પરિસ્થિતીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો.તા. ૨૧ એપ્રિલના સાંજના સમયે દર્દી સંપૂર્ણ ભાનમાં આવેલ અને વાતચીત દરમ્યાન તેમણે મતદાન કરવાની તેમની ઇચ્છા જાહેર કરી.સવારે ગોકુલ હોસ્પીટલની આઇ.સી.યુ. એમ્બ્યુલન્સમાં તેમને ડોકટર અને નર્સીગ સ્ટાફ સાથે આત્મીય કોલેજ ખાતે મતદાન કરવા માટે લઇ જવામાં આવેલ. જીાજ્ઞાબેને મતદાન કર્યા બાદ દરેક મતદાતાને મતદાન અવશ્ય કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવેલ કે ગોકુલ હોસ્પીટલ દ્વારા તેમની મતદાન કરવાની ઇચ્છા પુરી કરવામાં આવી તે બદલ તેઓ ગોકુલ હોસ્પીટલના આભારી છે.

(4:15 pm IST)