Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

રાજકોટના ૮૦ વર્ષના વૃદ્ધે દર્દને ટક્કર આપી મતદાન કર્યુ બ્રેઇન સ્ટ્રોકને કારણે પથારીવશ હતા...

રાજકોટ : રાજકોટ શહેરમાં એક વૃદ્ઘે મતદાનનું મહત્વ કેટલું છે ? એ વાતની પ્રેરણા આપી છે. શ્રી મગનભાઇ ઉમરાણીયાએ પોતાને એક અરસાથી આવી પડેલા દર્દને અવગણી આજે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું.

રાજકોટ શહેરમાં રહેતા મગનભાઇ ઉમરાણિયાની ઉમર ૮૦ વર્ષની છે. તેમણે થોડા સમય પહેલા બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો અને તેના કારણે તેઓ સાવ પથારીવશ થઇ ગયા હતા. આ પહેલા વિધાનસભાની ચૂંટણીમાં સાવ સાજાનરવા શ્રી મગનભાઇ આ લોકસભાની ચૂંટણીમાં લગભગ મતદાન ન કરી શકે એવી સ્થિતિમાં હતા. પણ, તેમણે મક્કમ મનોબળ સાથે મતદાન કરવાનું નક્કી કર્યું. પુત્ર સાથે તેઓ કોટેચા સ્કૂલમાં મતદાન કરવા માટે તેઓ વ્હિલચેરમાં બેસીને મતદાન કરવા માટે આવ્યા હતા. પોતાની શારીરિક અસ્વસ્થતાને અવગણીને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. મગનભાઇએ યુવામતદારો માટે પ્રેરણારૂપ છે.

(4:11 pm IST)