Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

સવારે ૭ના ટકોરે મતદાન

 રાજકોટઃ ૭૫ વર્ષીય જાગૃત નાગરીક અને સમાજ સેવા સંગઠક યશવંતભાઈ જનાણીએ આજરોજ લોકસભાની ચૂંટણીના રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભાગ લઈ રાજકોટ પશ્ચિમ વિભાગની આત્મીય કોલેજમાં આવેલ બુથ નં.૨માં સવારના ૭ના ટકોરે પ્રથમ મતદાન કર્યુ હતું. શ્રી જનાણી છેલ્લા ૫૦ વર્ષથી નિયમિત રીતે ચૂંટણીમાં હંમેશા પ્રથમ મતદાન કરતા હોય છે અને તે રીતે જાગૃત નાગરીક ધર્મ બજાવતા હોય છે. તેઓએ જણાવ્યુ હતું કે, જયાં સુધી દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા હશે ત્યાં સુધી દરેક ચૂંટણીમાં જીવંત પર્યંત પ્રથમ મતદાન કરશે. આ સાથે શિક્ષણકાર એચ.એ.નકાણીએ કોઠારીયા રોડ પરથી શાળાનં.૮૦ ખાતે સવારે તેમના ધર્મપત્નિ અમીબેન સાથે મતદાન કર્યુ હતું. છેલ્લા એક મહિનાથી શ્રી નકાણી તથા તેમની શિક્ષણની ટીમે મતદાન જાગૃતિ માટે રાજકોટના અનેક વિસ્તારોમાં રેલી, ગ્રુપ મિટિંગ તથા જિલ્લા ચૂંટણી તંત્ર સાથે મતદાન જાગૃતિ માટે અભિયાન ચલાવેલ.

(4:03 pm IST)