Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

સી.એ. બ્રાંચ દ્વારા જીએસટી સેમીનાર

 ધ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની રાજકોટ સી.એ. બ્રાન્ચ દ્વારા 'રીયલ એસ્ટેટ સેકટરમાં જીએસટી' વિષય પર એક સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં રીજીયોનલ કાઉન્સીલના ટીમ મેમ્બર્સ સી.એ. પ્રીતિ સાવલા, સી.એ. ઉમેશ શર્મા વાઇસ ચેરમેન, સી.એ. રાકેશ શર્મા સેક્રેટરી, સી.એ. યશવંત કાસર ટ્રેઝરર, સી.એ. દ્રષ્ટી દેસાઇ બ્રાંચ નોમીની ઉપસ્થિત રહેલ. સી.એ. ના ભવિષ્ય વિષે ચર્ચા કરી હતી. સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી ૩૦૦ જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સી.એ. ના વિદ્યાર્થીઓ સેમીનારમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા રાજકોટ સી.એ. બ્રાંચના ચેરમેન ભાવિન મહેતા, વાઇસ ચેરમેન વિનય સાકરીયા, સેક્રેટરી હાર્દીક વ્યાસ, ટ્રેઝરર જીજ્ઞેશ રાઠોડ, વીકાસા ચેર પર્સન દીપ્તી સવજાની, કમીટી મેમ્બર્સ ભાવિન દોશી, સંજય લાખાણીએ જહેમત ઉઠાવી હતી.

(3:58 pm IST)