Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

નવાગામ આર.એમ.સી. કવાર્ટરમાંથી દારૂની ૧૨ બોટલ સાથે રસીક કોળી પકડાયો

રાજકોટ તા.ર૩: નવાગામ આરએમસી કવાર્ટરમાં બી ડિવીઝન પોલીસે બામતીના આધારે દરોડા પાડી દારૂની ૧૨ બોટલ સાથે કોળી શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગતો મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી બી  ડિવીઝન પોલીસ મથકના પીઆઇ વી.જે. ફર્નાન્ડિઝના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ. ડામોર, કોન્સ કિરણભાઇ પરમાર, મહેશભાઇ ચાવડા, એભલભાઇ બરાલીયા, કેતનભાઇ નિકોલા અને હરપાલસિંહ વાઘેલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કેતનભાઇ તથા હરપાલસિંહને મળેલ બાતમી આધારે નવાગામ પાસે આરએમસી કવાર્ટર નં. ૨૭૦૬માં દરોડો પાડી રૂ. ૪,૮૦૦ની કિંમતની દારૂની ૧૨ બોટલ સાથે રસીક ભનુભાઇ પરમાર (ઉ.વ.૩૫)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(12:11 pm IST)