Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

વાહ... લલીતભાઈની સ્પોટ્ર્સમેનશીપ : વડીલ એવા મુખ્યમંત્રી રૂપાણીના આર્શીવાદ લઈ મતદાન કર્યુ

વિજયભાઈ મતદાન કરી બહાર આવી રહ્યા હતા અને લલીત કગથરા પરિવાર સાથે મતદાન કરવા જઈ રહ્યા હતા

'વિજય' પામવા મુખ્યમંત્રીના આશીર્વાદ માંગતા લલિત કગથરા: રાજકોટઃ આજે રૈયા રોડ પર અનિલ જ્ઞાન મંદિર ખાતે કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા મતદાન કરીને જઇ રહ્યા હતા તે જ વખતે ભાજપના નેતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્યા મતદાન કરવા આવી પહોંચતા કગથરાએ ઝુકીને તેમને વંદન કરેલ અને હળવા મુડમાં આશીર્વાદ માંગ્યા હતા. મુખ્યમંત્રીએ તેની પીઠ પર હાથ મૂકીને હાસ્ય વેર્યુ હતું. શ્રદ્ધા જ્ઞાન આપે છે. નમ્રતા માન આપે  છે.અને યોગ્યતા સ્થાન આપે છે. કગથરાએ જાહેર સૌજન્ય બતાવ્યું તેનો હેતુ શું હોય શકે ? આ સવાલનો સાચો જવાબ કગથરા પોતે અથવા મોહનભાઇ કુંડારિયા જ આપી શકે. સબકા સાથ, સબ કા વિકાસ... (તસ્વીરઃ અશોક બગથરિયા)

 

રાજકોટ, તા.૨૩, રાજકોટની અનિલજ્ઞાન સ્કૂલમાં મતદાન કરવા માટે કોંગ્રેસ ઉમેદવાર લલીત કગથરા પણ પહોંચ્યા હતાં. આ સમયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મતદાન કરીને બહાર આવી રહ્યા હતા. આવા સમયે કોંગ્રેસ ઉમેદવાર લલીત કગથરાએ રૂપાણીનાં આશીર્વાદ લીધા હતા. અને બાદમાં મતદાન માટે ગયા હતા.

આ સમયે લલીત કગથરાનો આખો પરિવાર તેમની સાથે હાજર હતો. લલિત કગથરાએ વોટ કરીને કોંગ્રેસની જીતનીઆશા વ્યક્ત કરી હતી તેઓ તીરંગાનાં ખેસમાં મતદાન મથકે પહોચ્યા હતાં લલીત કગથરાનાં પત્નીએ પણ કર્યુ મતદાન મતદાન બાદ વિક્ટરીનું નિશાન દર્શાવતા લલીત કગથરા મતદાન બાદ વિક્ટરીનું નિશાન દર્શાવ્યું હતું.લલીત કગથરાએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કોંગ્રેસ આ બેઠક પર વિજય રહેશે.જયારે તેમની પત્નીએ જણાવ્યું હતું કે હવે પરિવર્તન આવશે મોંઘવારીથી લોકો પરેશાન છે લલીતભાઇનો વિજય નિશ્ચિત છે.લલીતભાઇએ  મતદારોને અપીલ કરી હતી કે ગુજરાતમાં સૌથી વધુ મતદાન થવું જોઇએ.

(12:03 pm IST)