Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

આજે મીડીયા કર્મચારીઓની કામગીરીમાં પણ વધારો

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને ૧૦-રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલીત કગથરાએ રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક પાસે આવેલી અનિલ જ્ઞાન મંદિર વિદ્યાલય ખાતેના બૂથ પર એક સાથે મતદાન કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રી મતદાન માટે આવતાં તેની તસ્વીરો લેવા શહેરના પ્રિન્ટ તથા ઇલેકટ્રોનિક મિડીયાના ફોટોગ્રાફર, કેમેરામેન દ્વારા પડાપડી થઇ ગઇ હતી. જેમાંએક કેમેરામેન પડી ગયા હતાં. ચૂંટણી સહિતના પર્વમાં પોતાની ફરજ અદા કરવા માટે સતત પરિશ્રમ કરતાં કેમેરામેન એક જક્કાસ તસ્વીર માટે કેટલી જહેમત ઉઠાવતાં હોય છે તે આ તસ્વીરમાં જોઇ શકાય છે. જેમ પોલીસ અને બીજા તંત્રની કામગીરી આજે વધી જતી હોય છે એમ મિડીયા કર્મીઓની કામગીરી પણ બમણી થઇ ગઇ હતી. (ફોટોઃ પ્રિન્સ બગથરીયા)

(11:37 am IST)