Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

એસ.ટી.ની રર૦ બસો લેવાતા સેંકડો મુસાફરો રઝળી પડયા : ગામડાના સંખ્યાબંધ રૂટો બંધ

કલેકટર કચેરી-બહુમાળીની તમામ કચેરી-પોસ્ટ ઓફીસ-બેન્કોમાં પાંખી હાજરી : તમામ સ્ટાફ ચૂંટણીમાં: કલેકટર દ્વારા તમામ ડીસ્પેચીંગ-રીસીવીંગ સેન્ટરનું નિરીક્ષણઃ ઓલ વેલ...

એસ.ટી. આજે ર૦ થી રપ ટકા રૂટો ઘટી જતા સેંકડો મુસાફરો રાજકોટ ડેપો ઉપર રઝળી પડયા હતા, કલાકો સુધી બસ માટે બેસવું પડયું હતું, તસ્વીરમાં ચિકકાર ટ્રાફીક રાજકોટ ડેપો ઉપર જોવા મળે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. રરઃ રાજકોટ લોકસભા ચૂંટણીમાં સ્ટાફને ગામડે ગામડે પહોંચાડવા રાજકોટ એસ.ટી. ડીવીઝનની રર૦ બસો રાજકોટ-મોરબી-સુરેન્દ્રનગર માટે બે દિવસ ભાડે લેવાતા સેંકડો મુસાફરો આજે ધોમધખતા તાપમાં રઝળી પડયા હતા, રાજકોટ માટે ૮પ, મોરબી માટે ૧પ અને સુરેન્દ્રનગર માટે ૧ર૦ જેવી બસો કલેકટર તંત્ર દ્વારા ભાડે લેવાઇ છે, આજ સવારથી આ તમામ બસો જે તે ડીસ્પેચીંગ સેન્ટરો ઉપર ડ્રાઇવર સહિત પહોંચી જતા ગામડાના સંખ્યાબંધ રૂટો બંધ કરી દેવાયા હતા.

રાજકોટ એસ.ટી. ડીવીઝનના રોજના કુલ ૧ર૦૦ રૂટો છે, તેમાંથી આ બસો જતા ર૦ થી રપ ટકા જેવી ગંભીર અસર પહોંચતા, રપ૦ થી ૩૦૦ રૂટો આજે બંધ થઇ ગયા હતા, ગ્રામ્ય પ્રજા હેરાન-પરેશાન થઇ ગઇ હતી.

દરમિયાન આજથી ૧ર હજારથી વધુનો સ્ટાફ ચૂંટણી ફરજ ઉપર જતા કલેકટર કચેરી-બહુમાળી ભવનની તમામ કચેરી-પોસ્ટ ઓફીસ-બેન્કોમાં લોકોની પાંખી હાજરી હતી.

કલેકટર ડો. રાહુલ ગુપ્તા અને એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા દ્વારા તમામ ડીસ્પેચીંગ-રીસીવીંગ સેન્ટરનું નિરિક્ષણ કરાયું હતું, ઓલ વેલનો રીપોર્ટ આવ્યો હતો.

(3:42 pm IST)