Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ફંડામેંટલી મજબૂત કંપની કેમ શોધવી ?

કોર્પોરેટર જગત : કોલમ : ઇન્વેસ્ટમેન્ટ આઇડિયા

સ્ટોક માર્કેટ માં લિસ્ટેડ હજારો કંપની માથી ફંડામેંટલી મજબૂત કંપની શોધવી એ ધીરજ માગી લેતું કાર્ય છે. સ્ટોક માર્કેટ માં ટ્રેડર્સ માટે જેમ ટેકનિકલ ચાર્ટ નું મહત્વ છે એ રીતે ઇન્વેસ્ટર માટે કંપની ના વિવિધ ફંડમેંટલ ડેટા ખૂબ અગત્ય ના છે. જેમકે રેવેન્યુ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ, પ્રોફિટ માર્જિન, કેશ ફ્લો, ય્ંચ્, ય્ંઘ્ચ્, અરનિંગ પર શેર, ડિવિડંડ હિસ્ટ્રી, પ્રાઇસ ટુ અરનિંગ રેસીઓ (PE), ડેટ ટુ ઇકિવટી રેસિયો (DE), પ્રાઇસ તો બુક વેલ્યૂ રેસિયો (PB), EBITDA વગેરે. કંપની સાચા ટ્રેક પર ચાલી રહી છે કે નહીં અને ભવિષ્ય માં પણ વિકાસ પામશે કે નહીં એ જાણવા માટે ઉપરોકત ડેટા ખૂબ અગત્ય ના છે. આ ઉપરાંત કંપની માં પ્રમોટર નું હોલ્ડિંગ વધ્યું છે કે દ્યટ્યું છે તથા પ્રમોટરે પોતાના શેર પ્લેજ (ગીરવે) કર્યા છે કે નહીં એ માહિતી પણ એટલીજ અગત્ય ની છે. કયા મ્યુચ્યલ ફંડે કઈ કંપની માં રોકાણ કર્યું છે કે વધાર્યું છે એ પણ કંપની વિષે અન્સાતઃ ખ્યાલ આપી શકે છે. આજે આપણે કંપની ના ફંડામેંટલ માપદંડ માના એક એવા ડેટ ટુ ઇકવિટી રેશીયો ની ચર્ચા કરશું

( રેગ્યુલર અપડેટ માટે ટેલિગ્રામ એપ્પ ડાઉનલોડ કરો અને જોડાવો : t.me/valuepickgems)

DEBT TO EQUITY RATIO (D/E)

ડેટ ટુ ઇકવિટી રેશીયો હાલ માં કંપની ની ફાયનાન્સિયલ સ્થિતિ કેવી છે અને કંપની ઉપર કેટલો ઋણભાર છે તે દર્શાવે છે. કંપની ઉપર રહેલ સંપૂર્ણ ઋણ (ઉધારી) ને કંપની ના શેર હોલ્ડર્સ ની ટોટલ ઇકિવટી વડે ભાગતા ડેટ ટુ એકવિટી રેશીયો મળે છે. ઉદાહરણ તરીકે કંપની નું ઋણ ૫૦૦ કરોડ હોય અને કંપની ની ઇકિવટી ૧૦૦ કરોડ હોય (શેર ની ફેસ વેલ્યૂ ને કંપની ના ટોટલ શેર સાથે ગુણતા કંપની ની શેર ઇકિવટી મળે) તો કંપની નો ડેટ ટુ ઇકવિટી રેશીયો ૫ થયો ગણાય. નિશ્યિત રીતે આ રેશિયો જેમ નીચો એમ કંપની વધારે સદ્ઘર ગણાય અને એવી કંપની માં રોકાણ કરવામાં જોખમ ઓછું રહે. હાલ માં ભારતીય શેર બજાર માં એવી દ્યણી કંપની રહેલી છે કે જેનો ડેટ ટુ એકવિટી રેશીયો શૂન્ય કે નગણ્ય છે. જોકે ડેટ ટુ ઇકવિટી રેશીયો કંપની ની સંપૂર્ણ પરિસ્થિતી દર્શાવી શકે નહીં. દ્યણી વાર કંપની એકસપાંસન ના તબક્કા માં હોય ત્યારે પણ એમનો ડેટ ટુ ઇકવિટી રેશીયો ઊંચો હોય શકે. આમ છતા કંપની નો ડેટ ટુ ઇકવિટી રેશીયો નીચો હોય એ ચોક્કસ પણે કંપની ની સારી ફાયનાન્સિયલ પરિસ્થિતી દર્શાવે છે. આ સાથે નીચે એવી કેટલીક કંપનીઓ નું લિસ્ટ આપેલ છે કે જેનો ડેટ ટુ ઇકવિટી રેશીયો શૂન્ય કે નગણ્ય છે.

આ સિવાય પણ બીજી દ્યણી ભારતીય કંપની છે કે જેનો ડેટ ટુ ઇકવિટી રેશીયો શૂન્ય કે નગણ્ય છે. ફંડામેંટલી જો કંપની નો ડેટ ટુ ઇકવિટી રેશીયો શૂન્ય કે નગણ્ય છે શૂન્ય થી ૦.૨૫ સુધી હોય તો એ કંપની ઈન્વેસ્ટમેન્ટ ની દ્રષ્ટિ એ સુરક્ષિત કંપની ગણી શકાય. ભવિષ્ય માં આપણે ઈન્વેસ્ટમેન્ટ માટે સુરકાશીત કંપની શોધવા ના બીજા પેરામીટર વિષે ચર્ચા કરીશું. સુચન કે પ્રશ્નો ઇમેલઉપર મોકલી શકાય છે.

ડિસ્કલેમર : લેખક લ્ચ્ગ્ત્ ના રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ નથી. ઉપર નો લેખ એ રિસર્ચ રિપોર્ટ નથી કે શેર લેવાની ભલામણ નથી. આપેલી માહિતી જાહેર માધ્યમ માં પ્રાપ્ય છે. શેર બજાર માં નિવેશ કરતાં પહેલા તમારા આર્થિક સલાહકાર ની સલાહ લેવી હિતાવહ છે.  

-જસ્મિન મહેતા  -ગૌરાંગ સંદ્યવી

E mail : valuepickgems@gmail.com

(4:25 pm IST)