Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ફાયરબ્રિગેડ ઇ.આર.સી સેન્ટરના ફાયરમેનો પગાર વિહોણા !

રાજય સરકારે ગ્રાન્ટ નહી ફાળવતા ફાયરમેન જવાનોનું ભવિષ્ય ધુંધળું બન્યું: કોર્પોરેશન બજેટ જોગવાઇમાં વર્ગફેર કરી પગાર કરે તેવી વૈકલ્પિક વ્યવસ્થાઃ તંત્રને હવે ઇ.આર.સી. સેન્ટર ધોળો હાથી લાગે છે

રાજકોટ તા.૨૩: કોર્પોરેશન દ્વારા શહેરના મોરબી રોડ ઉપર રાજય સરકારનાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનાં સહયોગથી સૌરાષ્ટ્ર કક્ષાનું ફારય બ્રિગેડનું ઇ.આર.સી. (ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર) બનાવાયુ છે. જેમાં અત્યાધુનિક ફાયર ફાઇટરો સહિતના કરોડો રૂપિયાનાં રેકસ્યુ સાધનો છે. આ ઇ.આર.સી. ૨૦ થી ૨૫ જેટલાં ફાયરમેનો સ્ટેશન ઓફીસર સહિતનો સ્ટાફ છે. પરંતુ આ ઇ.આર.સી. કેન્દ્રમાં સ્ટાફનાં પગાર રાજય સરકારની ગ્રાન્ટના આધારે થતો હોઇ ગ્રાન્ટ ના અભાવે ફાયર બ્રિગેડના જવાનોનો પગાર અવાર નવાર અત્યાચાર થાય છે. આ વખતે પણ હજુ સુધી પગાર નહી થતા ફાયર મેનોને મુશ્કેલી સર્જાઇ રહે છે.

આ અંગે ઇ.આર.સી. કેન્દ્રના ફાયરમેનોમાં ઉઠવા પામેલ ફરીયાદ મુજબ ઇ.આર.સી. કેન્દ્રમાં સ્ટાફનો પગાર એપ્રિલ મહીનાના ૧૨-૧૨ દિવસ સુધી પણ મળ્યો નથી. આ બાબતે રાજય સરકાર સુધી રજુઆતો કરાઇ છે છતાં કોઇ પગલા નથી લેવાયાં.

દરમિયાન મ્યુ. કોર્પોરેશનના તંત્રવાહકો બજેટમાં વર્ગફેર કરી એન ઇ.આર.સી. કેન્દ્રના ફાયરમેનોનો પગાર થાય તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળ્યું છે.

આમ, ઇ.આર.સી. કેન્દ્રની ગ્રાન્ટના અભાવે મ્યુ. કોર્પોરેશન માટે આ કેન્દ્ર ધોળો હાથી સમાન સાબીત થઇ રહ્યું છે.

(4:19 pm IST)