Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સદર ઉપાશ્રયનાં આંગણે

પૂ. દિક્ષીતાબાઇ મ.સ.ની ૫૦મી દિક્ષા જયંતિ ઉજવાઇ

રાજકોટઃ તા.૨૩, ગોંડલ સંપ્રદાયના આજ્ઞાનુવર્તી ઉગ્રતપસ્વીની પૂ. દિક્ષિતાબાઇ મહાસતીજીના સદર ઉપાશ્રયનાં આંગણે ૫૦મી દિક્ષા જયંતિ ઉજવણી કરેલ હતી. વૈશાખ સુદ-૮ ને તા.૪/૫/૧૯૬૮ના રોજ ૧૭ વર્ષની  ઉમરે દિક્ષા અંગીકાર કરીને પુના, નાગપુર, આકોલા, અમરાવતી, મુંબઇ જેવી વિવિધ ક્ષેત્ર સ્પર્શના સારા ધર્મપ્રભાવના કરીને જિનશાસનનો જયનાદ ગુજવતા આજે સંયમયાત્રાના ૫૦ વર્ષ પુર્ણ કરી આ સંયમયાત્રા દરમિયાન ૨૬ વરસીતપ-૪ માસક્ષમણ, ૪- સોળભથ્થુ, ૧૧-ઉપવાસ, ૩- ધર્મચક્ર, ૩૫ - આયંબિલની ઓળી જેવા અનેક તપની વણઝાર દ્વારા આત્માને તપના તેજથી દેદિવ્યમાન બનાવ્યો છે  સાથે સો જ્ઞાનની સાધના પણ ઉચ્ચતમ કરી છે.

 ગ્રામીણ વિધાપીઠમાં ૫ વર્ષનો અભ્યાસ કર્યો છે. સિધ્ધાંત આચાર્યનો અભ્યાસ પુર્ણ કરીને જ્ઞાન પ્રાપ્તિમાં પણ અગ્રેસર રહયા  છે.  જેમણે જીવનના કલાકને ક્રાંતિકારી, કલ્યાણકારી, કાર્યકુશળતા અને કલાપુર્ણ જીવનથી કિંમતી બનાવ્યા છે. એવા પૂ. રૂપાબાઇ મહાસતીજી દિક્ષાપર્યાયના ૫૦ વર્ષ પુર્ણ કરી ૫૧માં વર્ષમાં પ્રવેશ કર્યો. સાથે સાથે પૂ. રૂપાબાઇ મહાસતીજીની ૩૨મી તથા પૂ. રેણુકાબાઇ મહાસતીજીની ૩૮મી દિક્ષાજયંતિ નિમિતે પણ શુભેચ્છાઓનો વરસાદ થયેલ પૂ. સાધુ-સાધ્વીનીઓએ ત્રણેયનું બહુમાન કરેલ હતુ. આ અવસરે ગુજરાત રત્ન પૂ. સુંશાંતમુતિ મ.સા. પુજય મહાસતીજીઓ તેમજ સંપ્રદાયવતી ચંદ્રકાંતભાઇ શેઠ અને સંઘવતી ડોલરભાઇ કોઠારીએ શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન મધુભાઇ શાહે કરેલ.

(4:13 pm IST)