Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌપ્રથમ સુવિધા

લોહીના પરિક્ષણથી સચોટ નિદાનઃ કોઠારી નિદાન કેન્દ્રમાં લેટેસ્ટ ટેકનોલોજી મશીન ઉપલબ્ધ

રાજકોટ તા.૨૩:લોહીના લેબોરેટરી ટેસ્ટ કરતુ તદ્દન નવું અને અતિ-આધુનિક સીમેન્સ કંપનીનું BN PRO SPEA SYSTEM,ધરાવતું સાધન રૂ. ૨૫,૦૦,૦૦૦/ પચ્ચીસ લાખના ખર્ચે શ્રી આર.બી. કોઠારી નિદાન કેન્દ્રમાં સેવા માટે ઉમેરવામાં આવ્યું છે.સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આ પ્રકારનું આ સૌથી પહેલું સાધન છે. લોહીની નળીની રચના, હ્યદયને ધબકતુ રાખતા હ્યદયના સ્નાયુઓ, પેશાબની ગ્રંથીઓના, કોઇપણ અવયવના સોજાનું કારણ જાણવાના, વા તથા વા ને લગતા, વા જેવા બીજા રોગોના નિદાન માટે, મગજ અને શરીર વચ્ચેની લોહીની હેરફેરની ખામીનથી થતાં રોગો, એર્લજીક રોગો, અપુરતા પોષણને કારણે થતા રોગો, લોહી જામી જવાની ક્ષમતાની ખામીઓ ને કારણે થતા રોગો, હીમોગ્લોબીનની માત્રામાં ફેરફાર કરતા રોગો વિગેરેની વધુ ઉંડી અને સચોટ જાણકારી માટે, આ સાધન અત્યંત ઉપયોગી છે. આ સાધનની ડોકટરો તથા દર્દીઓને લાભ મળે છે.

એવું સપ્રમાણ થયુ છે કે લોહીના પ્લાઝમામાં રહેલા પ્રોટીનનું સુક્ષ્મ પરિક્ષણ કરવાથી ઘણા બધા દર્દીનુ વધારે સચોટ નિદાન થઇ શકે છે પ્લાઝમા પ્રોટીન ના પરિક્ષણને GOLD  STANDARD  IN  PLASMA PROTEIN ગણવામાં આવે છે.શ્રી આર.બી.કોઠારી નિદાન કેન્દ્ર ની પ્રણાલી મુજબ લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતાં સાધનો ઉત્તરોતર વસાવવામાં આવે છે. ડોકટરોને આ ના કારણે વધુ સચોટ નિદાન કરવાની સુવિધા મળે છે, અને દર્દીઓને નિદાન સચોટ થવાની સારવારમાં સાચી દિશા મળે છે.સાર્વજનિક માળખામાં આ સુવિધા ઓછા ખર્ચે પુરી પાડવામાં આવે છે. એકસ-રે,મેમોગ્રાફી તથા સી.બી.સી.ટી. (દાંતના ચોકઠાની થ્રી -ડાયમેન્સન તપાસ) આર.બી. કોઠારી નિદાન કેન્દ્ર સિવાય બીજે કયાંય આટલા ઓછા ખર્ચે સંભવિત નથી.

નિદાનના પરિક્ષણની દરેક પ્રકારની તપાસ, ઓછા ખર્ચે સંપૂર્ણ સચોટ અને વિશ્વાસપાત્ર પરિણામ સાથે પુરી પાડવાની શ્રી આર.બી. કોઠારી નિદાન કેન્દ્રની નેમનો લાભ લેવા સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને ટ્રસ્ટીઓ અનુરોધ કરે છે.

(4:12 pm IST)