Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

પૂ. પ્રમુખ સ્વામી જન્મોત્સવ અંતર્ગત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે વ્યસન મુકિત અને પ્રાર્થના યજ્ઞ અભિયાનનો પ્રારંભ

રાજકોટ : પૂ. પ્રમુખ સ્વામી મહારાજના ૯૮ જન્મ જયંતિ મહોત્સવના ઉપક્રમે બીએપીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. જેના ભાગરૂપે બાળ બાલિકા દ્વારા વિરાટ વ્યસન મુકિત અભિયાન અને પ્રાર્થના યજ્ઞ અભિયાનનો શુભારંભ કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્વામી, સંત નિર્દેશક પૂ. અપૂર્વમુનિ સ્વામી, બાળ પ્રવૃત્તિ સંભાળતા પૂ. ઉત્તમપુરૂષ સ્વામી, મ્યુ. કમિશ્નર શ્રી બંછાનીધી પાની, જોઇન્ટ પોલીસ કમિશ્નર ડી. એસ. ભટ્ટ વગેરેની ઉપસ્થિતીમાં કાલાવડ કાલાવડ રોડ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, પ્રમુખ સ્વામી સભાગૃહમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થા દ્વારા ચાલી રહેલ વ્યસન મુકિત અભિયાનના પ્રકલપને વિડીયો દ્વારા દર્શાવાયો હતો. બાદમાં પૂ. અપૂર્વમુનિ સ્વામીએ બાળકો અને બાલીકાઓ દ્વારા થનાર આ અભિયાનની સમજુતી આપી હતી. વ્યસનના દુષણે અનેક જીવન બરબાદ કર્યા હોય તેને ડામવા સૌએ આગળ આવવા અનુરોધ કરેલ. કુલ રપ દિવસ ચાલનારા આ અભિયાનમાં બીએપીએસના કુલ ર૦૦૦ બાળ - બાલિકાઓ જોડાશે. તાલીમ બધ્ધ બાળકોનો ૧૬૦ ગ્રુપ બનાવાયા છે. એક ગ્રુપ એક દિવસમાં ૨૦ લોકોનો સંપર્ક કરી વ્યસન મુકિત વિષે સમજાવશે. બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, સરકારી કચેરીઓ સહીત જાહેર સ્થળોએ ફરી ૯૮૦૦૦ લોકોનો સંપર્ક કરશે. એટલુ જ નહીં પોષ્ટકાર્ડથી ફોલોઅપ પણ લેવામાં આવશે.  પ્રાર્થનાયજ્ઞ અભિયાન પણ તેમને સમાંતર ચાલશે. જેમાં પણ તાલીમ બધ્ધ ૧૦૦૦ બાલિકાઓના બનેલ ૧૭૫ ગ્રુપ રપ દિવસ અભિયાન ચલાવશે. હોસ્પિટલોમાં ફરી દર્દીના સ્વાસ્થ્ય માટે અને તેમના પરિવારજનોની સુખ - શાંતિ માટે પ્રાર્થના કરશે.

(4:12 pm IST)