Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

મચ્છર ભગાડો

બુધવારે વિશ્વ મેલેરિયા દિ'એ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ

કોર્પોરેશન દ્વારા ચિત્ર સ્પર્ધા સહિતના આયોજનોઃ શહેરીજનોને આ પ્રદર્શનનો લાભ લેવા આરોગ્ય સમિતિ ચેરમેન મનિષ રાડિયાનો અનુરોધ

રાજકોટ તા. ૨૩ : દર વર્ષે રપ એપ્રિલને સમ્રગ વિશ્રમાં 'વિશ્વ મેલેરિયા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. જે અન્વયે રપ એપ્રિલ 'વિશ્વ મેલેરિયા દિવસ' નિમીતે વિવિઘ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે. રાજકોટના શહેરી જનોને મેલેરિયા રોગ, રોગ અટકાયતી અંગેના ઉપાયો તથા મેલેરિયા ફેલાવતા મચ્છર ઉત્૫તિ અટકાયતી ૫ગલાં  વિશે વિગતવાર માહિતી મળી રહે તે માટે વોર્ડવાઇઝ વિવિઘ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમ મનીષભાઇ રાડીયાએ જણાવ્યું હતું.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મેલેરિયા નિયંત્રણ માટે મચ્છર ઉત્પતિ અટકાવવી જરૂરી છે. જે માટે લોકોનો સહયોગ આવશ્યક છે. આથી આરોગ્ય સમિતી ચેરમેનશ્રી મનિષ રાડીયા ઘ્વારા લોકોને પાણીના સંગ્રહના તમામ પાત્રો હવાચુસ્ત બંઘ રાખવા, સીડી નીચેના ટાંકા હવાચુસ્ત બંઘ થઇ શકતા નથી અને દર અઠવાડીયે સાફ ૫ણ થઇ શકતા ન હોવાથી તેમાં દર અઠવાડીયે કેરોસીન નાખવું અથવા મોટા ટાંકા હોય તો તેમાં પોરાભક્ષક માછલી મુકવી. પાણી ભરવાની કુંડી પાણી ગયા બાદ ક૫ડાથી કોરી કરી સાફ કરવી.  ટાયર, ડબ્બા-ડુબ્લી તથા અન્ય ભંગારનો યોગ્ય સ્થળે નીકાલ કરવો. પક્ષીકુંજ, પશુને પાણી પીવાની રાખેલ કુંડી / અવાડા નિયમિત સાફ કરવા. સહિતની અપીલ કરવામાં આવી છે.

વોર્ડવાઇઝ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો

વોર્ડ નં. ૧ માં ઘર્મેશ્રર મંદિર, ઘરમનગર મે. રોડ (સમય સવારે ૯ થી ૧૦) તથા ગંગેશ્વર મહાવેદ મંદીર ખાતે દર્શાનાર્થીને માછલી વિતરણ તથા આરોગ્ય શિક્ષણ (સમય બપોરે ૩.૩૦ થી ૫) નું આયોજન છે.

વોર્ડ નં ર માં સત્યપ્રકાશ સ્કૂલ – બજરંગવાડી  ૪ માં વકૃર્તત્વ સ્પર્દ્યા તથા બહુમાળી ભવન પાસે જાહેર પ્રદર્શન (સમય બપોરે ૩ થી ૬) નું આયોજન છે.

વોર્ડ નં. ૩ માં રૂખડીયા વાયરલેસ વિસ્તારમાં આંગણવાડી પાસે (સમય સવારે ૮.૩૦ થી ૧ર) અને ૫રસાણાનગર શેરી નં. ૬ માં (સમય બપોરે ૩ થી ૬) જાહેર પ્રદર્શનનું આયોજન છે.

વોર્ડ નં. ૪ માં ભગવતી૫રા આરોગ્ય કેન્દ્રની બાજુમાં રંગોળી અને રેલી (સમય સવારે ૧૦ થી ૧૧)  તથા મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રદર્શન (સમય બપોરે ૩ થી ૬) નું આયોજન છે.

વોર્ડ નં. ૫ માં આઇ.એમ.એ. આરોગ્ય કેન્દ્ર ખાતે (સમય સવારે ૮:૩૦ થી ૧રઃ૦૦) તથા પેડક રોડ, બાલક હનુમાન પાસે (સમય બપોરે ૩:૦૦ થી ૬) જાહેર પ્રદર્શનનું આયોજન છે.

વોર્ડ નં. ૬ માં રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, રામ પાર્ક (સમય સવારે ૯:૩૦ થી ૧૧:૦૦), માનસરોવર સોસા. અને  દેવકીનંદન સોસા. (સમય બપોરે ૩:૩૦ થી ૫) માં જાહેર પ્રદર્શનનું આયોજન છે.

વોર્ડ નં. ૭ માં ઘોળકીયા સ્કૂલ – મનહર પ્લોટ – ૭ ની અંદર (સમય સવારે ૯:૩૦ થી ૧૦:૩૦), લોહાનગર બગીચા પાસે ખોડીયાર મંદિરની અંદર તથા રામકૃષ્ણ આશ્રમમાં જાહેર પ્રદર્શનનું આયોજન છે.

વોર્ડ નં. ૮ માં ઘુલેશીયા સ્કૂલ, કોટેચા ચોક ખાતે થી માછલી વિતરણ અને જાહેર પ્રદર્શન (સમય સવારે ૯:૦૦ થી ૧રઃ૦૦) તથા સ્વામિનારાયણ મંદિર ખાતેથી માછલી વિતરણ અને જાહેર પ્રદર્શન (સમય સવારે ૩:૦૦ થી ૬:૦૦) નું આયોજન છે.

વોર્ડ નં. ૯ માં યોગીનગર – ૩ ખાતેથી માછલી વિતરણ તથા જાહેર પ્રદર્શન (સમય સવારે ૯:૦૦ થી ૧રઃ૦૦ તથા બપોરે ૩:૦૦ થી ૬:૦૦) નું આયોજન છે.

વોર્ડ નં. ૧૦ માં કેન્દ્રીય વિદ્યાલય ખાતે રંગોળી અને ચિત્ર સ્પર્દ્યા (સમય સવારે ૯:૦૦ થી ૧૦:૦૦) તથા  સેન્ટ મેરી સ્કૂલના વિદ્યાર્થી (સમય સવારે ૧૦:૩૦ થી ૧રઃ૦૦) દ્વારા મેલેરિયા વિષયક રેલીનું આયોજન છે.

વોર્ડ નં. ૧૧ માં કિષ્ણા પાર્ક શેરી નં. ૧૧, મવડી ચોક ખાતેથી માછલી વિતરણ (સમય સવારે ૯:૦૦ થી ૧૧:૩૦) નાનામવા આરોગ્ય કેન્દ્ર ખાતે રંગોળી (સમય સવારે ૪:૦૦ થી ૬:૦૦)નું  આયોજન છે.  

વોર્ડ નં. ૧૨ માં રસુલ૫રા, ઝમઝમ ચોક મસ્જીદની બાજુમાં (સમય સવારે ૮:૩૦ થી ૧રઃ૦૦) વિસ્તારમાં આરોગ્ય શિક્ષણ તથા બજરંગ સોસા. (બપોરે ૩:૦૦ થી ૬:૦૦) ખાતે માછલી વિતરણ અને જાહેર પ્રદર્શનનું આયોજન છે.    

વોર્ડ નં. ૧૩ માં સરદાર પટેલ ઇન્સ્ટી. – ન્યુ માયાણીનગર (સમય સવારે ૮:૩૦ થી ૧રઃ૦૦) માં જાહેર પ્રદર્શન તથા બાનલેબ કવાટર્સ (સમય બપોરે ૩ થી ૬) માં જાહેર પ્રદર્શનનું આયોજન છે.

વોર્ડ નં. ૧૪ માં પદમકુંવરબા હોસ્પિટલમાં (સમય સવારે ૮:૩૦ થી ૧રઃ૦૦) અને લક્ષ્મીવાડી - કુવાવાડી ખોડીયાર મંદિર ખાતે (સમય બપોરે ૩:૦૦ થી ૬) જાહેર પ્રદર્શનનું આયોજન છે.

વોર્ડ નં. ૧૫ માં ગર્વમેન્ટ પોલીટેકનીક, ભાવનગર  રોડ ખાતે (સમય સવારે ૧૧:૦૦ થી ૧રઃ૦૦) તથા ITI  રાજકોટ (સમય બપોરે ૪:૦૦ થી ૬:૦૦) ખાતે બપોરે વર્કશો૫નું આયોજન છે.

વોર્ડ નં. ૧૬ માં પ્રણામી ચોક આ. કેન્દ્ર ખાતે રંગોળી તથા હુડકો શાક માર્કેટ પાસે (સમય સવારે ૯:૦૦ થી ૧રઃ૦૦ તથા સમય બપોરે ૩:૦૦ થી ૬) જાહેર પ્રદર્શન નું આયોજન છે.

વોર્ડ નં. ૧૭ માં જ્ઞાનમંજરી સ્કૂલ, મોરારીનગર – ૩ (સમય સવારે ૮:૩૦ થી ૯:૩૦) તથા રામકૃષ્ણ શૈક્ષણિક સંકુલ, બાબરીયા (સમય સવારે ૯:૩૦ થી ૧ર) ખાતે મેલેરિયા વિષયક રેલીનું આયોજન છે. વોર્ડ નં. ૧૮ માં કોઠારીયા તાલુકા શાળામાં ચિત્ર સ્પર્દ્યા (સમય સવારે ૮:૩૦ થી ૧૧:૩૦) તથા કોઠારીયા આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રદર્શન અને રેલી (બપોરે ૩:૩૦ થી ૫:૦૦)  નું આયોજન છે.

ગુજરાત સરકારે ર૦રર સુઘીમાં મેલેરિયા નાબૂદી અભિયાન શરૂ કરેલ છે, તો આ અભિયાનમાં સહયોગ આપી મેલેરિયા નાબૂદી કામગીરીમાં સહકાર આપવા આરોગ્ય સમિતિ ચેરમેન મનિષભાઇ રાડીયાએ અનુરોધ કર્યો છે.

(4:22 pm IST)