Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

હીરાસર એરપોર્ટ : ત્રણ ગામોની લાખો ચો.મી.ખાનગી જમીન અંગે સુનાવણી શરૂ : સ્પે. અધિકારીની નિમણુંક

૮૦૦ કરોડનું ટેન્ડર આજે બપોરબાદ દિલ્હીથી ખોલવા અંગે કવાયતઃભારતીબા વાઘેલા રાજકોટમાં હિરાસર-ડોસલીધુના-ગારીડા ગામો આવરી લેવાયા

રાજકોટ તા.૨૩ : અહીંથી ૨૦ કિમી દુર ૨૫૦૦ એકર જમીનમાં બનનારા હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં સરકારી ઉપરાંત ત્રણ ગામોની લાખો ચોરસ મીટર  ખાનગી જમીન પણ આવેલી છે.

આજમીન સંપાચદન કરવા સદર્ભે અને સુનાવણી અર્થે ગુજરાત સરકારે અમદાવાદ જીઆઇડીસીના જમીન સંપાદન યુનિટ-૧ ના અધિકારી શ્રી ભારતીબા વાઘેલાની નિમણુંક કરતા તેઓ ઓફીસર ઓન સ્પે.ડયુટી તરીકે આજે રાજકોટ આવ્યા હતા અને સીટી પ્રાંત-ર ડે. કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાનીની કચેરી ખાતે સુનાવણી હાથ ધરી હતી, હાલ હિરાસરના કુલ જુદા જુદા ૧૭ સર્વેની કુલ ૧૩૦૮૯ હેકટર ખાનગી જમીન અંગે સુનાવણી હાથ ઘરેલ છે.

બપોરબાદ ૪ વાગ્યા થી ચોટીલાની ૪ સર્વેની અર્ધા હેકટર જેટલી અને ગારીડાના કુલ ૬ સર્વેની ૨૩ હેકટર જેટલી જમીનની સુનાવણી હાથ ધરાશે.

દરમ્યાન હિરાસર એરપોર્ટ માટે આજે દિલ્હી ખાતે બીજા નંબરનું ૮૦૦ કરોડનું ટેન્ડર ખોલાય તેવી શકયતા છે.એરપોર્ટ ઓથોરીટીના ચેરમેન ગુરૂપ્રસાદ મહાપાત્ર આ અંગે કાર્યવાહી કરી રહ્યા છે.

(4:10 pm IST)