Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

વિજયભાઇ દેશના ત્રીજા નંબરના લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે ફેસબુકે જાહેર કરતા રાજકોટ ભાજપ નેતાઓ - કાર્યકરોમાં આનંદના ઘોડાપુર

વાહ ભાજપ વાહ!! અદ્દભૂત !! લાજવાબ : કોંગ્રેસ સાત જન્મારેય પહોંચી ના શકે!!

રાજકોટ તા. ૨૩ : ગુજરાતની પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક, પ્રગતિશીલ સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અપાર લોકચાહના ફેસબુકના માધ્યમથી હાંસલ કરતા ભાજપ કાર્યકરોમાં આનંદના ઘોડપુર ઉભરાઇ રહ્યા છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે વિજયભાઇ રૂપાણી ફેસબુકમાં ત્રીજા નંબરના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી બની ચુકયા છે. તેમનું ફેસબુક પેઇઝ લોકોએ ખુબ આવકાયુ છે. જે જોતા તેઓ ખરાઅર્થમાં કોમનમેન બની રહ્યા છે.

બાલ્યકાળથી જ આરએસએસના આદર્શોને વરેલા શ્રી વિજયભાઇ ની શૈલી, સંસ્કૃતિ અને સ્વભાવ દીવા જેવા સ્પષ્ટ રહ્યો હોય લોકો તેમને પસંદ કરી રહ્યા છે.  તેમની કારકીર્દી સામાજીક કાર્યકર્તાની જેમ જ ફળદાયી રહી છ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદમાં સક્રિય રહેલ અને ભાજપના સ્થાપનાના સમયથી એક અદના કાર્યકર તરીકે ભુમિકા નિભાવતા રહ્યા.

વિજયભાઇ પક્ષ અને પ્રજા બન્નેના નેતા છે. લોકશાહીના તેઓ પ્રખર અનુયાયી છે. મુખ્યમંત્રી તરીકે રહીને તેમણે સમાજ પ્રત્યે હરહંમેશ સમર્પણ અને નિષ્ઠા દાખવી છે. પોતાના કાર્ય અને સમર્પણ દ્વારા રોજીંદી રાજકીય બાબતોમાં પક્ષની નીતિ, સિધ્ધાંતો અને સ્પષ્ટતાનો તેમણે અમલ કરેલ છે.

સંઘ સંસ્કૃતિ, શિષ્ટાચાર અને અથાગ પ્રયત્નો તેમની રાજકીય કારકીર્દીના સ્તંભ અને તેમની વાસ્તવીકતાની વિશેષતા બની રહ્યા છે. આજે ૬૦ વર્ષની વયે પણ પુરા જોમથી ગુજરાતમાં નેતૃત્વ કરવાની વિશિષ્ટ જવાબદારી નિભાવી રહ્યા હોવાનું કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે સંયુકત યાદીના અંતમાં જણાવ્યુ છે.

(4:10 pm IST)