Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ખોડીયારનગરમાં પ્લોટમાં પાર્ક કરેલા બે ટ્રકમાં ભીષણ આગ

રાજકોટ : પુનીતનગર પાણીના ટાંકા પાસે કે.કે. કોરીયા સ્કુલ ખોડીયારનગરની બાજુમાં આવેલ પ્લોટમાં પાર્ક કરેલા જીજે૩ એટી ૪૦૩ર નંબરનો ટોરસ ટ્રક અને જીજે ૩ એડબલ્યુ-૪૩૪૩ નંબરનો ટોરસ ટ્રકમાં અચાનક આગ લાગતા કોઇ રાહદારીએ જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફ બે ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી. આગમાં બંને ટ્રકના તમામ વ્હીલ, ડ્રાઇવરની કેબીન, ટ્રકની પાછળનો ભાગ તથા એન્જીન સંપૂર્ણ બળી ગયા હતા. બનાવની જાણ થતા ટ્ર્કના માલીક અને ડ્રાઇવર સ્થળ પર દોડી આવ્યા હતા. ટ્રકમાં કયા કારણોસર આગ લાગી અને તેમાં કેટલું નુકશાન થયું તે જાણવા તપાસ થઇ રહી છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:01 pm IST)