Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

મધુરમ હોસ્પિટલ પાસેના ખૂની હુમલાના કેસમાં આરોપીઓની જામીન અરજી મંજુર

રાજકોટ, તા. ર૩ : રાજકોટ શહેરમાં મધુરમ હોસ્પિટલ પાસે સરાજાહેર આતંક મચાવવાના ગુન્હામાં જયદીપ દેવડા આણી ટોળકીનો કોર્ટ દ્વારા જામીન ઉપર છૂટકારો ફરમાવેલ છે.

આ કેઇસની ટુંકમાં હકીકત એવી છે કે જયદીપ દેવડાના મિત્ર અક્કી ઉર્ફે આકાશની સામે કેમ જોવે છે તેવી નાની બાબતમાં ફરીયાદી રિદ્ધિબા વિક્રમસિંહ જાડેજા કે જેઓ શ્રમજીવી સોસાયટી શેરી નં. ૬/અ ખાતે રહે છે ત્યાં જઇ જયદીપ વિજયભાઇ દેવડા, આકાશ ઉર્ફે અક્કી જાવદ, ઇન્દ્રજીતસિંહ મકવાણા, રીયાઝ ઉર્ફે લાલો વિગેરે ગેરકાયદેસર મંડળી રચી સાહેદો તથા ફરીયાદીને રાત્રના ૮ કલાકે માર મારેલ તે અંગેની ફરીયાદ ભ.નગર પો.સ્ટે.માં નોંધાણી ત્યારબાદ આ કામના આરોપીઓ ત્યાંથી ન અટકતા તેઓએ ૪પ મીનીટ બાદ એટલે કે રાત્રીના ૮-૪પ કલાકે માર ખાનાર સાહેદો કે જેઓને મધુરમ હોસ્પિટલમાં સારવાર અંગે દાખલ કરેલ હતાં ત્યાં ધસી જઇ ફરીયાદી ભગીરથભાઇ ભુપેન્દ્રભાઇ પરમાર કે જેઓ મધુરમ હોસ્પિટલના દરવાજે ઉભા હતાં તેની પાછળ દોડીને તેઓને છરી તથા તલવારના ઘા મારી મરણોતર ઇજાઓ પહોંચાડેલ.

આ અંગેની બીજી ફરીયાદ પણ ભ.નગર પો.સ્ટે.માં નોંધાયેલ હતી જયદીપ વિજયભાઇ દેવડા, આકાશ ઉર્ફે અક્કી જાદવ, ઇન્દ્રજીતસિંહ મકવાણા રીયાઝ ઉર્ફે લાલો વિગેરેને પોલીસ દ્વારા બન્ને ગુહામાં અટક કરતા તેઓએ તેઓના એડવોકેટશ્રી મારફત જામીન ઉપર છૂટવા અરજી કરેલ હતી જે અરજી જયદીપ વિજયભાઇ દેવડા, આકાશ ઉર્ફે અક્કી જાદવ, ઇન્દ્રજીતસિંહ મકવાણા, રીયાઝ ઉર્ફે લાલોના એડવોકેટની રજુઆત , સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના વિવિધ ચૂકાદાઓ ધ્યાને લઇને જયદીપ વિજયભાઇ દેવડા, આકાશ ઉર્ફે અક્કી જાદવ, ઇન્દ્રજીતસિંહ મકવાણા, રીયાઝ ઉર્ફે લાલોને જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ હતો.

આ કામમા જયદીપભાઇ વિજયભાઇ દેવડા વિગેરે વતી વિમલ એચ. ભટ્ટ, મનીષ સી. પાટડીયા તથા પંકજ જી. મુલીયા એડવોકેટ તરીકે રોકાયેલા હતાં.

(3:59 pm IST)