Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ઘરેલુ હિંસાની પરિણિતા દ્વારા પતિ વિરૂધ્ધ થયેલ વચગાળાની અરજી નામંજુર

રાજકોટ તા.૨૩: ડોમેસ્ટીક વાયોલેંન્સની ફરીયાદમા પત્નીની વચગાળાની રાહત માંગતી અરજી રદ અદાલતે રદ કરી હતી.

રાજકોટ પાસેના શાપર વેરાવળ ખાતે રહેતી પરણીતા ફોરમબેનના લગ્ન રાજકોટ ખાતે બાલાજી પાર્ક કોઠારીયા રોડ ખાતે રહેતા રવીભાઇ પાલા સાથે સને ૨૦૧૫ની સાલમા થયેલ હતા અને આ પછી પરણીતા પોતાના સાસરે રહેવા આવેલ હતી પછીથી પતી પત્ની વચ્ચે અણબનાવ થતાં પરણીતા ફોરમ ફરી માવતરે પરત ફરેલ હતી અને માવતરે આવી ગયા બાદ તેણે પોતાના સાસરાના સભ્યો સામે ડોમેસ્ટીક વાયોલેંન્સ એકટ તળેની ફરીયાદ રાજકોટની ફોજદારી અદાલતમાં દાખલ કરેલ હતી અને તેમા પતી પાસેથી વચગાળામા ભરણ પોષણ સહીતની અનેક રાહતોની માંગ કરેલ હતી.

આ કામે સાસરાના સભ્યોને નોટીસ બજતાં તેઓ પોતાના વકીલ શ્રી અંતાણી મારફતે અદાલતમા હાજર થયા હતા અને પોતાનો જવાબ રજુ કરી અને પત્ની ને વચગાળામાં કોઇ રાહતો મળવાપાત્ર નથી તેવી રજુઆત કરેલ હતી.

એડવોકેટ શ્રી અંતાણીની તમામ દલીલોથી સહમત થઇ અને રાજકોટની ફોજદારી અદાલતે પરણીતા ફોરમબેનની ડોમેસ્ટીક વાયોલેંન્સ એકટમા વચગાળાની રાહતોની માંગ કરતી અરજી સંપુર્ણ રીતે રદ કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમા પતી રવીભાઇ પાલા અને તેના પરીવારના સભ્યો વતી રાજકોટના લગ્ન વિષયક કાયદાના નીષ્ણાત વકીલ શ્રી સંદીપ કે.અંતાણી તથા સમીમબેન કુરેશી તથા શ્રી અશોક એમ.ડાંગર વકીલ તરીકે રોકાયેલ છે.

(3:59 pm IST)