Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

કામદાર વળતર ધારા હેઠળ વળતર મેળવવાની અરજી રદ કરતી લેબર કોર્ટ

રાજકોટ તા.૨૩: કામદાર વળતર દ્વારા નીચે સુરેન્દ્રનગરના અરજદાર ઇકબાલભાઇ ઇબ્રાહીમભાઇ વળતરની રકમ રૂ.૨,૫૨,૦૦૦ વ્યાજ અને દંડ સાથે મેળવવાની અરજી રદ કરતો લેબર કોર્ટ, રાજકોટે મહત્વનો ચુકાદો આપેલ હતો.

આ અંગેની વિગત એવી છે કે, ગુજરનાર રાજુભાઇ ઇબ્રાહીમભાઇ ન્યુ કિશન સીમેન્ટ ફેકટરી સાપરમાં નોકરી કરતા હતા ત્યારે તા.૧૪/૩/૦૫ના રોજ નોકરી અને ફરજ દરમ્યાન તેઓને અકસ્માત થતાં, તેઓનું મૃત્યુ થયેલુ, ગુજરનારના વારસદારો એ લેબર કોર્ટ, રાજકોટ સમક્ષ, કમિશ્નર ફોર વર્કમેન કોમ્પનસેસન સમક્ષ વળતરની રકમ રૂ.૨,૫૨,૦૦૦ મેળવવા અરજી કરેલી અને રજુઆત કરેલ કે, ગુજરનારની ઉમર ૨૩ વર્ષની હતી અને માસીક પગાર રૂ.૨૫૦૦ હતો. વિશેષમાં ગુજરનાર સદરહુ ફેકટરીમાં તા.૧૪-૩-૦૫ના રોજ સામાવાળાની ફેકટરીમાં મશીન સાફસુફાઇનું કામ કરતા હયા ત્યારે થાંભલા ઉપરથી અચાનક નીચે પડી જતા તેઓનું મૃત્યુ થયેલું.

નેશનલ ઇન્સ્યુરન્સ કાુ.લી.મુદ્રાસ હાઇકોર્ટ અને કર્ણાટક હાઇકોર્ટના જજમેન્ટ રજુ કરવામાં આવેલ અને વળતર ધારાના સેકશન ૨ (૧) (ડી)ની વ્યાખ્યા ઉપર આધાર રાખેલ લેબર કોર્ટના વિ.જેજ ચુકાદો આપતા ઠરાવેલ છે કે, હાલના અરજદારો ગુજરનારનો આશ્રીતો અને ડીપેન્ડન્ટ ગણી શકાય નહી આથી હાલના અરજદારો વળતર મેળવવા હકદાર નથી અને આથી અરજદારની વળતર અરજી રદ કરવામાં આવે છે.

આ કામમાં નેશનલ ઇન્સ્યુરન્સ કાુ.લી.તરફે એડવોકેટ શ્રી પી. આર.દેસાઇ, સુનિલભાઇ વાઢેર, સંજય નાયક, એસ.આર. ત્રિવેદી, એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(3:59 pm IST)