Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ધો.૧માં સરકારી ખર્ચે સ્વનિર્ભર શાળાઓમાં ભણવા માટે પ૬૦૦૦ અરજીઓઃ ઘરે-ઘરે પાત્રતા તપાસાશે

આર.ટી.ઇ.હેઠળ પ મે સુધી અરજી સ્વીકારાશેઃ ખોટી 'ગરીબી' બતાવનારા સામે ફોજદારી પગલા

રાજકોટ તા.ર૩ : રાજય સરકારે ગરીબ બાળકોને સ્વનિર્ભર શાળામાં ધો.૧માં પ્રવેશ અપાવવા માટે તા.૧૯ એપ્રિલીથી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં રાજયમાં કુલ એકાદ લાખ જગ્યા સામે પ્રથમ ૪ દિવસમાં પ૬ હજાર જેટલી અરજીઓ આવી ગયાનું સરકારી સૂત્રો  જણાવેલ છે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તા.પ મે છે. અમુક જગ્યાએ ટેકનિકલ મુશ્કેલીના કારણે ફોર્મ ન ભરી શકવાની ફરીયાદોના પગલે તંત્રએ કાર્યવાહી કરી હવે ફરીયાદોના નિવારણની આશા વ્યકત કરી છે.

ધો.૧માં પ્રવેશ મેળવ્યા પછી તપાસના અંતે અરજદારની પાત્રાતા સાબિત થાય તો તેને ધો. ૮ સુધી સ્વનિર્ભર શાળામાં ભણવાનો લાભ મળી શકશે તેની ફી સરકાર ભરશે.

આર.ટી.ઇ.હેઠળ માત્ર ગરીબ બાળકોની જ પ્રવેશ મળવાપાત્ર છે છતા કેટલાય ધનવાનોના સંતાનો ખોટી આર્થિક પરિસ્થિતિ દર્શાવી પ્રવેશ મેળવી લેતા હોવાના પગલે સરકારે ગયા વર્ષે કેટલાક કિસ્સાઓમાં સ્થળ ચકાસણી કરાવી હતી. આ વખતે અરજીના આધારે વિદ્યાર્થીને પ્રવેશ આપ્યા બાદ તુરત ઓછામાં ઓછા ૪૦ ટકા અરજદારોની પાત્રતાની ઘરે-ઘરે જઇને ખરાઇ કરવાનું સરકારે નકકી કર્યું છે. કાગળ પર ગરીબી, દર્શાવી સરકારી યોજનાનો  લાભ લઇ લીધાનું માલુમ પડ  તો તેવા બાળકોના પ્રવેશ રદ કરી વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાનું સરકારે નકકી કર્યું છે.

(3:58 pm IST)