Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

બોર યોજનાનો રેકોર્ડ ગુમ : કોંગ્રેસનો આક્ષેપ

રાજકોટ, તા. ર૩ : ૧૯૯૮-૯૯ના દુષ્કાળ વખતે રાજય સરકાર દ્વારા વાંકાનેરના જાંબુડી વીડી વિસ્તારમાં સાકાર કરેલ ૧૧૦ બોરની યોજનાનું રેકોર્ડ ગૂમ થઇ ગયાનો આક્ષેપ કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ મેેરામભાઇ ચૌહાણે કર્યો છે.

આ અંગે મેરામભાઇએ એક યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગર પાલિકામાં ૧૯૯૮-૧૯૯૯માં જે બોર કૌભાંડ કરવામાં આવેલ ૧૧૦ બોરો કરવામાં આવેલ જે રાજકોટ મહાનગર પાલિકામાં માીહતી માંગતા કોઇપણ જાતનો ચોપડામાં હિસાબ નથી. માહિતીમાં વાંકાનેર તાલુકાના જાંબુડાની વીડીમાં કેટલા બોર કરેલા તેમાં પાણીની મોટર કેટલી હતી, મોટર કયાં અને કેટલી જગ્યાએ છે, પાણીને ભેગુ કરવા માટે નાખેલી પાઇપ લાઇન કયાં છે ? હાલ કેટલા બોર અને મોટરમાં કેટલા કેબલ છે ? કેટલા બોર ચાલુ છે ? કેટલા બંધ છે તેની માહિતી માંગતા રાજકોટ મહાનગર પાલિકા પાસે કોઇપણ જાતનો રેકર્ડ નથી.

એટલુ જ નહીં પાણી પુરવાઠા બોર્ડ, મોરબી જીલ્લા પાણી પુરવા બોર્ડ, જીલ્લા કલેકટર રાજકોટ, વાંકાનેર પાણી પુરવઠા બોર્ડ, ગ્રામ પંચાયત જાંબુડા જેવી સતા મંડળો પાસેથી માહિતી અધિકાર કાયદા તળે માહિતી માંગતા તેઓ પાસે માહિતી નથી તેવો લેખીત જવાબ મળેલ છે. આમ આ યોજનામાં ભ્રષ્ટાચાર છુપાવવામાં આવી રહ્યાનો આક્ષેપ મેરામભાઇએ યાદીના અંતે કર્યો છે. (૮.૧૮)

(3:47 pm IST)