Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ઓખા-જયપુર એકસપ્રેસ આજે રાજકોટ સ્ટેશને પોણા બે કલાક મોડી પહોંચશે

રાજકોટ : ટ્રેન નં. ૧૯૫૭૩ ઓખા-જયપુર વિકલી એકસપ્રેસ તા. ૨૩ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન આજે સાંજે ૭.૨૦ના બદલે ઓખાથી ૯.૩૦ વાગ્યે એટલે કે બે કલાક ૧૦ મીનીટ મોડી ઉપડશે. ટ્રેનનો પેઈરીંગ રેક ૫ કલાક ૧૦ મીનીટ મોડો પહોંચતા આ ફેરફાર કરવામાં આવ્યો છે. ઓખા-જયપુર એકસપ્રેસ રાજકોટ રેલ્વે સ્ટેશને આજે તા. ૨૩ની રાત્રે ૧૧.૫૦ના બદલે એક કલાક પચાસ મીનીટ મોડી એટલે કે ૨૪મીના મધરાત્રે ૧.૪૦ વાગ્યે પહોંચશે

(1:20 pm IST)