Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

કોઠારીયા રોડ હુડકોમાં બેંક કર્મચારી કડીયા પ્રોૈઢનું શ્વાસ ચડ્યા બાદ મોત

પાંચ બહેનના એક જ ભાઇ હતાં: ગોહેલ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૩: કોઠારીયા રોડ હુડકો કવાર્ટર નં. ૬૬માં રહેતાં અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં હેડ પ્યુન તરીકે નોકરી કરતાં ભૂપેન્દ્રભાઇ ગીરધરલાલ ગોહેલ (કડીયા) (ઉ.૫૮)ને રાત્રે ઘરે હતાં ત્યારે શ્વાસ ચડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર પાંચ બહેનના એક જ ભાઇ હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:05 pm IST)