Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

આર.ટી.ઈ. પ્રવેશ પ્રશ્ને સરકારનું ઉદાસીન વલણ શિક્ષણાધિકારી કચેરીએ તાળાબંધીઃ ધરણાના કાર્યક્રમો

સર્વર બંધ... ધીમુ સહિતના પ્રશ્ને વાલીઓ પારાવાર પરેશાનઃ મારબ સંસ્થા દ્વારા વિરોધ પ્રદર્શન

રાજકોટઃ આરટીઈ પ્રશ્ને ડીઈઓને આવેદન પાઠવતા કાર્યકર્તા નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૩ :. ગરીબ-મધ્યમવર્ગના બાળકોને શિક્ષણનો અધિકાર આપતો કાયદો આર.ટી.ઈ. છે છતાં સરકાર આર.ટી.ઈ. પ્રવેશ પ્રશ્ને ભારે ઉદાસીન છે. સરકારના શિક્ષણ તંત્રને ઢંઢોળવા આજે બપોરે ડીઈઓ કચેરીએ તાળાબંધી અને ધરણાનો કાર્યક્રમ મારબ સેવા સંસ્થા દ્વારા યોજાયેલ.

મારબ સેવા સંસ્થા-રાજકોટ, ૪ વર્ષથી બાળકોના વાલીઓને ઘરે ઘરે સર્વે કરી, નામ નોંધણીથી લઈને ઓનલાઈન ફોર્મ ભરવા  સુધીની સેવા તદન મફત આપે છે. આ વર્ષમાં   ૨૦૧૮માં ૧૨૦૦ જેટલા આરટીઈ લાભાર્થીના નામો નોંધ્યા છે. આરટીઈમાં થતી તમામ બેદરકારી સામે અવાજ ઉઠાવે છે.

આરટીઈમાં ૧૯-૪-૨૦૧૮થી ઓનલાઈન ફોર્મ એકતો ૧ મહિનો મોડો ચાલુ કર્યા છે અને ગુજરાતમાં તમામ વાલીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં ભારે મુશ્કેલીઓ સર્જાય છે કારણ કે સરકાર ઓનલાઈન સર્વર અને સાઈટ સાવ નબળુ અને ધીમુ ચાલે છે... માટે વાલીઓ એક ફોર્મ ભરવામાં આખોય દિવસ સાઈબર કાફેમાં બેસી રહે છે, છતાંયે એ ફોર્મ તો વાંધાવાળુ અને ખોટી માહિતીવાળુ, નકશા વગરનું ભરાય છે. ખાનગી કંપની છેલ્લા ૨ વર્ષથી નબળા સાઈટ અને નબળા સર્વર વાપરીને ગરીબ બાળકોને   આરટીઈના પ્રવેશથી વંચીત રહેલ છે.

ગુજરાતમાં આરટીઈ વાલીઓ દ્વારા ભારે રોષ જણાય છે અને રાજકોટમાં શ્રી એન.પી. ચિત્રોડા ની આગેવાનીમાં ૨૩ ને સવારે ૧૧ વાગ્યાથી ઉગ્ર આંદોલન સ્વરૂપે રેલી અને જિલ્લા શિક્ષણ અધિકારી રાજકોટની કચેરીમાં ધરણા, પ્રદર્શન, તાળાબંધી કરવામાં આવશે જ્યાં સુધી વાંધાઓ દૂર નહિ કરાય ત્યાં સુધી કચેરીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે.

(4:16 pm IST)