Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

બે સંતાનની માતાને વાંકાનેર જેપુરના ૨૧ વર્ષના જયસુખે પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો

રાજકોટની મહિલા તેના સગાની વાડીએ જતી ત્યારે ત્યાં આવતા-જતાં કોળી શખ્સે જયસુખે એક વાર રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં અને ધ્રાંગધ્રામાં મિત્ર કામ કરતો હોઇ તેની ઓરડીમાં છ રાત સુધી બળજબરી આચર્યાની ફરિયાદ : જયસુખ અને તેને ઓરડીની વ્યવસ્થા કરી દેનાર મિત્ર કેતન કોળીની પણ ધરપકડ : પોલીસે જયસુખ કોળી અને મિત્ર કેતન કોળીની ધરપકડ કરી છે

રાજકોટ તા. ૨૩: શહેરની એક ૩૦ વર્ષની પરિણીતાને વાંકાનેરના જેપુરના કોળી શખ્સે પ્રેમજાળમાં ફસાવી રાજકોટ પ્રદ્યુમનપાર્ક ખાતે  તથા ધ્રાંગધ્રા કામ કરતાં રાજકોટના મિત્રની ઓરડીએ લઇ જઇ ત્યાં સતત છ દિવસ સુધી પરાણે શરીર સંબંધ બાંધતા મહિલા પોલીસે જેપુરના શખ્સ સામે બળાત્કારનો અને તેના મિત્ર રાજકોટના શખ્સ સામે મદદગારી કરવાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. સસરા ગુજરી ગયાના બીજા જ દિવસે આ પરિણીતા પર દૂષ્કર્મ થયા બાદ બે દિવસ પછી તેને રાજકોટથી ધ્રાંગધ્રા પાસે લઇ જઇ સતત છ રાત સુધી બળજબરી કરવામાં આવ્યાનું ફરિયાદમાં જણાવાયું છે.

ભોગ બનનાર ૩૦ વર્ષની પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પતિ અને બાળકો સાથે રહુ છું. મેં પ્રેમલગ્ન કર્યા છે. અમારા સગાની વાડી ચોટીલા તાલુકાના ગામમાં આવેલી હોઇ અમે અવાર-નવાર ત્યાં જતાં હતાં. એ વાડીએ અમારા સગાનો મિત્ર વાંકાનેરના જેપુરનો જયસુખ ગોરધનભાઇ બાવળીયા (કોળી) (ઉ.૨૧) પણ આવતો હોઇ જેથી તેની સાથે છએક મહિનાથી ઓળખાણ થઇ હતી. હું જયસુખ સાથે અવાર-નવાર વાતચીત પણ કરી હતી. ૧૬/૨/૧૮ના રોજ ં હું બહારગામથી ઘરે આવતી હતી ત્યારે સાથે મારા બાળકો પણ હતાં. ઇકો ગાડીમાં હું બેઠી ત્યારે સવારના સમયે કુવાડવા પાસે કાર ઉભી રહેતાં ત્યા઼ જયસુખ બાઇક સાથે ઉભો હોઇ તેણે કહેલ કે ઉતરી જાવ હું તમને ઘરે મુકી જઇશ. જેથી હું બાળકો સાથે ઉતરી ગઇ હતી અને બાઇકમાં બેસી ગઇ હતી.

એ પછી જયસુખ મને પ્રદ્યુમન પાર્ક નજીક ચબુતરો છે ત્યાં લઇ ગયો હતો અને છોકરાઅવને ચબુતરા પાસે બેસાડી જયસુખ મારી સાથે અડપલા કરવા માંડ્યો હતો. આ વખતે કોઇ માણસો નહોતાં. એ પછી ત્યાં જ તેણે મારી સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો. આ વખતે ગ્રીનલેન્ડ ચોકડી નજીક શિવનગર-૪માં રહેતો જયસુખનો મિત્ર કેતન નરસીભાઇ ચાવડા (કોળી) (ઉ.૨૧) પણ આવી ગયો હતો. તેને જયસુખે અમારા માટે પાણીના પાઉચ લઇને બોલાવ્યો હતો. આ પછી જયસુખ મને ઘરે મુકી ગયો હતો. મારા સસરાનું ૧૫/૨ના અવસાન થયું હોઇ મારા પતિ ત્યાં હતાં. ૧૮/૨ના રોજ જયસુખ ફરીથી રાજકોટ શિવનગરમાં આવ્યો હતો અને મને ફરવા જવાની વાત કરી હતી. મારા સસરા ગુજરી ગયા હોઇ મારે ત્યાં જવાનું ન હોઇ જેથી મેં હા પાડતાં જયસુખ મને  બાઇકમાં બેસાડી ધ્રાંગધ્રા નજીક લઇ ગયો હતો. સાથે મારી પાંચ વર્ષની દિકરી પણ હતી.

જયસુખનો મિત્ર કેતન કોળી ધ્રાંગધ્રા પાસે બોરીંગમાં કામક રતો હોઇ ત્યાંની ઓરડીમાં હું અને જયસુખ રોકાયા હતાં. ત્યાં રોકાણની વ્યવસ્થા કેતને કરી હતી. ત્યાં અમે છ દિવસ રોકાયા હતાં. જયસુખને મેં હું પરણેલી હોઇ શરીર સંબંધ બાંધવાની ના પાડી હતી. છતાં તેણે બળજબરી કરી હતી. કેતનને આ બાબતની ખબર પડી ગઇ હતી. છ દિવસ સુધી જયસુખે શરીર સંબંધ બાંધ્યા હતાં. પછી તે મને અને કિદરીને ઘરે મુકી ગયો હતો. એ પછી જયસુખ અને કેતન અમારા ઘરે આવતા-જતા થયા હતાં. હવે જયસુખ પરાણે સંબંધ બાંધવાનું કહેતો  હોઇ જેથી ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું. જયસુખે મને ખોટો પ્રેમ બતાવી ભોળવીને મંજુરી વગર દુષ્કર્મ કર્યુ છે. તેમજ તેના મિત્રએ મદદગારી કરી છે.

પી.આઇ. પી. બી. શાપરા અને નીતાબેન ડાંગર, હાજીભાઇ સહિતે ગુનો નોંધી જયસુખ કોળી અને તેના મિત્ર કેતન ચાવડાની ધરપકડ કરી વિશેષ પુછતાછ હાથ ધરી છે.

(4:21 pm IST)