Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

પોલીસે માસ્ક વિતરણ કરી લોકોને ઘરે જવા સમજાવ્યા

રાજકોટઃ કોરોનાના કહેર સામે લોકડાઉન જાહેર થયું હોઇ પોલીસે તેનો કડક અમલ કરાવવા તમામ પ્રયાસો કર્યા છે. જ્યાં અમુક લોકો ઘરે જવા સમજ્યા નહિ અને સામે થઇ ગયા ત્યાં પોલીસે આકરો મિજાજ પણ અપનાવ્યો હતો. તો અમુકને ઉઠક-બેઠક કરાવી હતી. આ ઉપરાંત કેટલાકને તડકામાં ઉભા રાખ્યા હતાં. એ પછી કેકેવી ચોકમાં ક્રાઇમ બ્રાંચની ટીમે લોકોને અટકાવી  અટકાવીને ઘરે જવા સમજાવ્યા હતાં. મોટા ભાગના લોકો માસ્ક વગર નીકળ્યા હોઇ તેને માસ્ક આપીને ઘરે જવા સમજાવ્યા હતાં. એક હજાર જેટલા માસ્કનું પોલીસની ટીમે વિતરણ કર્યુ હતું અને લોકોને ૨૫મી સુધી ઘરમાં જ રહેવા સુચન કરી સમજાવીને પરત મોકલ્યા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:38 pm IST)