Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

હોમ કોરોન્ટાઇન તોડનારા સામે ગુન્હો નોંધી સારવાર બંધ કરી દેવાશે

કોરોના સંદર્ભે ઘરમાં કોરોન્ટાઇન કરેલા લોકો સહકાર નહી આપે તો કડક પગલા : ઉદીત અગ્રવાલ : હોમ કોરોન્ટાઇન્ટ તોડવા અંગે મળેલી ફરિયાદ બાદ : મ્યુ. કમિશ્નર લાલઘુમ : આવા પરિવારોને કંઇ થશે તો સરકાર મદદ નહી કરે - હોસ્પિટલોમાં પણ દાખલ નહી કરે માટે હોમ કોરોન્ટાઇનવાળા લોકો ઘરમાં જ રહે : કરિયાણા સહિતની જીવન જરૂરીવસ્તુઓ તેમને મળી રહેશે : આ માટે તંત્રએ વ્યવસ્થા કરી છે

રાજકોટ તા. ૨૩ : શહેરમાં વિદેશથી આવેલા લોકોને હોમ કોરોન્ટાઇન કરેલા પરિવારો ઘરમાંથી બહાર આવ-જા કરતા હોવાની અને કોરોન્ટાઇનના સ્ટીકરો ફાડી નાંખતા હોવાની ફરિયાદો મળતા આ મુદ્દે હવે મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે કડક પગલા લેવાની ચિમકી ઉચ્ચારી છે અને જે કોઇ હોમ કોરોન્ટાઇન તોડીને ઘરની બહાર નીકળશે. તેની સામે ગુન્હો નોંધી આવા પરિવારને સરકાર તરફથી કોઇપણ પ્રકારની તબીબી સેવા નહી અપાય, માટે આવા લોકોને ૧૪ દિવસ ઘરમાં જ રહેવા કમિશ્નરશ્રીએ વિનંતી કરી છે. આ અંગે મ્યુ. કમિશ્નરશ્રીએ જણાવેલ વિગતો મુજબ કોરોનાના સંક્રમણને રોકવા શહેરમાં વિદેશથી આવેલા લોકોના પરિવારોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમાં કેટલાક લોકો હોમ કોરોન્ટાઇન તોડી રહ્યાની ફરિયાદો મળી હોવાથી હવે આવા હોમ કોરોન્ટાઇન તોડનારા લોકો સામે ગુન્હો નોંધી અને આખા પરિવારોને કંઇ પણ આરોગ્ય સબંધી તકલીફ પડશે તો આવા હોમ કોરોન્ટાઇન તોડનારા પરિવારોને સરકાર તરફથી સારવાર તેમજ સરકારી દવાખાનામાં દાખલ નહી કરી કોઇપણ જાતની તબીબી સુવિધાઓ નહી આપવાની ફરજ પડશે. કમિશ્નરશ્રીએ આ તકે સ્પષ્ટ કર્યું હતું કે 'હોમ કોરોન્ટાઇન' રહેલા લોકોને કરિયાણુ, દુધ, શાકભાજી સહિતની ચીજવસ્તુ તેમના ઘર સુધી પહોચાડવા માટે તંત્રએ પુરી વ્યવસ્થા કરી છે. આ માટે તેઓને ફોન નંબર આપી દેવાશે જેના પર ફોન કરવાની જોઇતી ચીજવસ્તુઓની ફ્રી હોમ ડીલીવરી થઇ જશે. આમ, હવે પછી હોમ કોરોન્ટાઇનમાં રહેલા કોઇ પણ વ્યકિત ઘરની બહાર નીકળશે તો તેઓ સામે ગુન્હો નોંધી કડક પગલા લેવાશે તેવી કડક ચીમકી મ્યુ. કમિશ્નરશ્રીએ આ તકે ઉચ્ચારી છે.

(4:19 pm IST)