Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

રાજકોટમાં ૨૯ કોરોના શંકાસ્પદના નમૂના લેવાયાઃ ૨૭ નેગેટીવઃ ૨૧ વ્યકિતઓને રજા આપી દેવાઈ

રાજકોટ શહેરના ૨૨, ગામડાના ૫ અને અન્ય ડીસ્ટ્રીકટના ૨ વ્યકિતઓના સેમ્પલ લેવાયેલઃ ૧ કોરોનાગ્રસ્ત દર્દીની સ્થિતિ યથાવતઃ ૬ નેગેટીવ રીપોર્ટવાળા આઈસોલેટેડ છે અને ૧ શંકાસ્પદને પણ ઓબ્ઝર્વેશનમાં રખાયા

રાજકોટ, તા. ૨૩ :. શહેરમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂનાઓ લઈ અને તેની લેબોરેટરી તપાસની કાર્યવાહી અંતર્ગત તા. ૧૯થી આજે તા. ૨૩ના સવાર સુધીમાં કુલ ૨૯ શંકાસ્પદોના લોહીના નમૂનાઓ તપાસાયા હતા. જેમા ૨૧ શંકાસ્પદને કોઈ જ અસર નહી હોવાનું અને આ તમામ તંદુરસ્ત હોવાનું મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે જાહેર કર્યુ હતું. આ અંગે આજે સવારે ૭ વાગ્યે જાહેર થયેલ આંકડાઓ મુજબ તા. ૧૯થી આજે તા. ૨૩ને સવારે ૭ વાગ્યા સુધીમાં રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા ૨૨ ગામડાઓના ૫ અને અન્ય ડીસ્ટ્રીકટના મળી ૨ વ્યકિત મળી કુલ ૨૯ શંકાસ્પદોના લોહીના નમૂનાઓની તપાસ કરાવાયેલ. જે પૈકી ૧ ને પોઝીટીવ હોવાના રીપોર્ટ છે. ૬ વ્યકિતના રીપોર્ટ નેગેટીવ છે અને ૧ વ્યકિતનો રીપોર્ટ આવવાનો બાકી છે જ્યારે ૨૧ વ્યકિતઓને કોઈ જ અસર નહી હોવાથી તે તમામને રજા આપી દેવાઈ હતી.

જ્યારે ૧ પોઝીટીવ ૬ નેગેટીવ અને ૧ શંકાસ્પદ મળી કુલ ૮ વ્યકિતઓ કોરોના આઈસોલેટેડમાં મેડીકલ ઓબ્ઝર્વેશનમાં છે જે તમામની સ્થિતિ સ્ટેબલ હોવાનું જણાવાયુ હતું.

(3:48 pm IST)