Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં પીઆઇ કે. એ. વાળા અને ટીમનું રાતભર પેટ્રોલીંગઃ વાહન ચેકીંગ

રાજકોટઃ કોરોનાની સ્થિતિમાં આરોગ્ય તંત્ર, મ્યુ.કોર્પોરેશન અને કલેકટર તંત્રની સાથે પોલીસ તંત્ર પણ લોકોની સુખાકારી માટે સતત દોડધામ કરી રહ્યું છે. ગઇકાલે જનતા કર્ફયુનું લોકોએ સ્વેચ્છાએ પાલન કર્યુ હતું. એ પછી રાતે ટોળેટાળા નીકળી ન પડે એ જોવા પણ પોલીસે પેટ્રોલીંગ ચાલુ રાખ્યું હતું અને જ્યાં ટોળા જોવા મળ્યા ત્યાંથી વિેખરી ઘરે જવા સુચના આપી હતી. અમુક કારણ વગરના નીકળી પડ્યા હોઇ પોલીસે તેમને કડક ભાષામાં કાયદો સમજાવ્યો હતો. ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, ડી. સ્ટાફના ખોડુભા જાડેજા, હાર્દિકસિંહ પરમાર, ગોપાલભાઇ, શૈલેષભાઇ, યુવરાજસિંહ સહિતની ટીમે રાતભર ગાંધીગ્રામ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં પેટ્રોલીંગ કર્યુ હતું અને જરૂર જણાય તેવા વાહનોનું ચેકીંગ કર્યુ હતું. લોકોને ઘરે જ રહેવા સુચના અપાઇ હતી. કારણ વગર વાહનો લઇને નીકળી પડેલા અનેકને સમજાવીને પરત ઘરે મોકલાયા હતાં. વહેલી સવાર સુધી પેટ્રોલીંગ ચાલુ રહ્યું હતું.

(1:00 pm IST)