Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

આરકે યુનિવર્સિટી દ્વારા ગેલોર માં વિદ્યાર્થીઓએ કોૈશલ્ય ઝળકાવ્યું

રાજકોટ : આરકે યુનિવર્સિટી દ્વારા આયોજીત બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ કોૈશલ્ય ઝળકાવીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. પ્રમુખ સ્વામી ઓડેટોરિયમ ખાતે આયોજિત આરકે યુનિવર્સિટીના વાર્ષિક કાર્યક્રમમાં ૫૦૦૦ થી વધુ  વિદ્યાર્થીઓ સહભાગી થયા. વિદ્યાર્થીઓએ તેમના પર્ફોમન્સ દ્વારા ભારતની સાંસ્કૃતિક વિવિધતા દર્શાવી તથા સૈનિકોને સલામ અને શહીદોને શ્રધ્ધાંજલી આપી હતી ઉપરાંત સામાજીક સમસ્યાઓ અને તેમના ઉકેલોને સુંદર રીતે રજુ કર્યા, સંગીત દ્વારા વિદ્યાર્થીઓએ પ્રક્ષકોના દિલ જીતી લીધા. યુનિવર્સિટીના સ્ટાફના તમામ સભ્યોએ પણ સાંસ્કૃતિક અને સ્પોર્ટસ ઇવંેટમાં ભાગ લીધો હતો. આરકે યુનિવર્સિટી ખાતે આયોજીત સાંસ્કૃતિક સ્પર્ધાઓ નૃત્ય, સંગીત, લેખન અને રમત ગમતની સ્પર્ધાઓ, ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, ટેબલ ટેનિસ, બેડમિંન્ટન વગેરેમાં  વિજેતા અને ઉપવિજેતા થયેલા વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં  ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યા . ઉપરાંત આરકે યુનિવર્સિટીના એકઝિકયુટીવ વાઇસ પ્રસિડન્ટ ડેનિશ પટેલના હસ્તે સમગ્ર વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીને સ્ટુડન્ટ ઓફ ધ યરનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.

(4:07 pm IST)