Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

દારૂ અને બીયર સાથે ત્રણ પકડાયા

નીતીન, કેતન અને પ્રતિપાલ ઉર્ફે પપ્પુની ધરપકડ

રાજકોટ, તા. ર૩ : શહેરના ત્રણ સ્થળે ક્રાઇમ બ્રાંચે અને પ્ર.નગર પોલીસ ે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૧૩ બેટલ અને ૧ર બીયરના ટીન સાથે ત્રણ શખસોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચેના હેડ કોન્સ. અજીતસિંહ જાડેજા સીહતે નવાગામ નારાયણનગરમાં બાતીમના આધારે દરોડો પાડી દારૂની ૪ બોટલ સાથે નીતિન વલ્લભભાઇ ગાંગાણી (ઉ.ર૪) (રહે. ગંજીવાડા શેરી નં.-પ૩) અને હેડ કોન્સ. જગમાલભાઇ સહિતે કોઠારીયા મેઇન રોડ પરથી કેતન મનોજભાઇ પરમાર (ઉ.વ.૩૮) (રહે. કોઠારીયા રોડ ઘનશ્યામનગર) ને બીયરના ૧ર ટીન સાથે અને પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ ઓ.પી. સીસોદીયા સહિતે પોપટપરા રેલનગર મેઇન રોડ ભગવતી હોલ પાછળથી પ્રતિપાલ ઉર્ફે પપ્પુ અકુલભાઇ ગોંડલીયા (રહે. પોપટપરા રેલનગર) ને દારૂની ૯ બોટલ સાથે પકડી લીધો હતો. (૮.૧૯)

(4:07 pm IST)