Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ઓણ મરચા કરતા તેના ભાવ વધારે તીખા....

રાજકોટઃ મસાલાની મોસમ આવી ગઇ છે. રાજકોટમાં મૌવા ચોકડી, રામાપીર ચોકડી, સોરઠિયાવાડી, રામનાથપરામાં મસાલા બજાર ધમધમવા લાગી છે. વ્યાપારીઓ જણાવે છે કે, આ વર્ષે મરચાના ભાવ ગયા વર્ષ કરતા રૂા. ૪૦ જેટલા વધારે છે. હળદરનો ભાવ સ્થિર છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:06 pm IST)
  • કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થશે : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે થનાર ગઠબંધન મુજબ કોંગ્રેસ ૨૪ અને ૨૦ બેઠક ઉપર ચૂંટણી લડશે access_time 5:31 pm IST

  • આતંકી હુમલાનો જવાબ ન આપવો જોઈએ : સેના સામે સવાલો ઉઠાવવો કેટલો યોગ્ય? : શ્યામ પિત્રોડાના સવાલો પર અમિત શાહના પ્રહારોઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આતંકવાદ અને અલગવાદ ખતમ કરવા કાર્યવાહી થઈ છે : આતંકી હુમલાનો જવાબ ન આપવો જોઈએ : કોંગ્રેસને સવાલો પૂછતા કહ્યું કે પાકિસ્તાન સાથે વાતચીત કરવા અંગે સહમત છો? રાહુલ ગાંધી દેશની જનતાને જવાબ આપે : સેનાની સામે સવાલો ઉઠાવવા કેટલા યોગ્ય ? રાહુલ ગાંધી જનતાની માફી માગે : યુપીએ સરકારે કેમ પાકિસ્તાન સામે કાર્યવાહી ન કરી access_time 3:18 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કર્ણાટકની દક્ષિણ બેંગાલુરૂની બેઠક ઉપરથી પણ ચૂંટણી લડશે તેવા સંકેતો ભાજપ હાઈ કમાંડે આપ્યાનું જાહેર થયું છે : ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ ડો. મુરલીધર રાવે કર્ણાટક ભાજપ નેતાઓને જરૂરી તૈયારીઓ માટે એલર્ટ કરી દીધાનું જાહેર થયું છે : નરેન્દ્રભાઈ તેમની પરંપરાગત વારાણસીની બેઠક ઉપરાંત હવે બીજી બેઠક દક્ષિણ ભારતમાંથી લડશે એવું સ્પષ્ટ થઈ રહ્યું છે : આ પહેલાની ચૂંટણી નરેન્દ્રભાઈ વારાણસી ઉપરાંત બરોડાથી લડયા હતા અને રેકર્ડબ્રેક માર્જિનથી ચૂંટાયા હતા : આઆ વખતે નરેન્દ્રભાઈ રાજકોટથી લડશે તેવી પણ ભારે ચર્ચા હતી access_time 12:58 am IST