Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

વાવડીમાં મકાન વેરાનો વિરોધઃ અધિકારીઓ ખાલી હાથે પાછા ફર્યા

વોર્ડ નં. ૧૨માં રહેવાસીઓને પહેલા સુવિધા આપા માંગઃ કોઠારીયા વિસ્તારમાં ૧૪૦ મિલ્કતો સીલની કાર્યવાહી કરતા ધડાધડ ૬૦ લાખની વસુલાતઃ જુના રાજકોટમાં ૧૧ મિલ્કત સીલઃ આજે ૭પ લાખની આવક

રાજકોટ, તા.,ર૩: મ્યુ.કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા હવે ચાલુ નાણાકીય વર્ષનાં એન્ડીંગમાં એટલે કે ૩૧ માર્ચ સુધીમાં રરપ કરોડની વેરા આવકનો લક્ષ્યાંક પૂર્ણ કરવા શહેરનાં કુલ ૪ લાખ મિલ્કત ધારકો પૈકી હજુ સુધી વેરો નહી ભરનારા ર.૩૩ લાખ બાકીદારો ઉપર તુટી પડવા મ્યુનીસીપલ કમિશ્નર પાનીએ સુચના આપી છે. જે અંતર્ગત વેરા શાખા દ્વારા આજે અને આવતીકાલે  રવિવારે રજાના દિવસોમાં વેરા સ્વીકારવામાં આવશે. વેરા શાખા દ્વારા આજે કોઠારીયા, તેમજ સેન્ટ્રલ ઝોનના બાકી વિસ્તારોમાં વેરો વસુલવાની કાર્યવાહી કરતા ૭પ લાખની આવક થવા પામી છે. તેમજ સેન્ટ્રલ ઝોનના વિસ્તારમાં ૧૧ મિલ્કત સીલ કરવામાં આવી છે.  દરમિયાન વાવડી વિસ્તારનાં કોંગી આગેવાન કનકસિંહ જાડેજાના જણાવ્યા મુજબ  વાવડી વિસ્તારમાં બાકી વેરો વસુલવા કાર્યવાહી હાથ ધરાઇ તે વખતે સ્થાનીક રહેવાસીઓએ વેરા વસુલાત માટે આવેલા અધિકારીઓને સ્પષ્ટ જણાવી દીધું હતું કે પહેલા સુવિધા આપવા માંગ કરી હતી. બાદમાં જ વેરો ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જેના કારણે અધિકારીઓએ ખાલી હાથે પાછા ફરવું પડયું હતું.

મ્યુનીસીપલ કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત વેરા શાખાને ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં ર.૯૦લાખ કરદાતાઓએ રૂ. ર૧૦ કરોડ તિજોરીમાં ઠાલવ્યા છે. રરપ કરોડના લક્ષ્યાંક પુર્ણ કરવા હજુ ૧પ કરોડનું છેટું છે. ચાલુ નાણાકીય વર્ષ પુર્ણ થવામાં ૮ દિવસ બાકી છે ત્યારે કોર્પોરેશન દ્વારા કડક ઝંુંબેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઇસ્ટ ઝોન

ઇસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા બાકી મિલ્કત વેરો વસુલવા માટે વોર્ડ નં. ૧૮માં ૧૪ ટીમો ઉતારવામાં આવી છે. ધોની ઇન્ડસ્ટ્રીઝ  એરીયા, વિરાણી અઘાટ, અતુલ ઇન્સ્ટસ્ટ્રીઝ એરીયા, સરદાર ઇન્ડસ્ટ્રીઝ એરીયા તથા કોઠારીયા સહિતના વિસ્તારોમાં ૧૪૦ બાકીદારોની મિલ્કત સીલ કરતા રૂ. ૬૦ લાખની આવક થવા પામી છે. આ કામગીરી આસી. કમિશ્નર વાસંતીબેન પ્રજાપતી, આસી. મેનેજર એમ.ડી.ખીમસુરીયાની સુચનાથી વોર્ડ ઓફીસરની ઉપસ્થિતિમાં વોર્ડ ઇન્સ્પેકટર અરવિંદ મકવાણા,  જે.કે.જોષી અને એચ.કે. કાપડીયા દ્વારા કરવામાં આવી છે.

સેન્ટ્રલ ઝોન

સેન્ટ્રલ ઝોન દ્વારા જાગનાથ પ્લોટ, દિવાન પરા, ગુજરી બજાર, કિંગ પ્લાઝા, કાંતા સ્ત્રી વિકાસગૃહ સામે આવેલ આર્થિક ભવન, અટીકા, પરમેશ્વર સહિતના વિસ્તારોમાં બાકી મિલ્કત વેરો વસુલવા  કાર્યવાહી કરતા ૧૧ મિલ્કત સીલ કરવામાં આવેલ છે. આજે આ વિવિધ વિસ્તારોમાંથી  રૂ.૧પ.૪૬ લાખની આવક થવા પામી છે. આ કામગીરી આસી. કમિશ્નર શ્રી કગથરાની સુચનાથી આસી. મેનેજર રાજીવ ગામેતીના માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસર આરતીબેન નિમ્બાર્ક, હેમાદ્રીબા ઝાલા, કેતન સંચાણીયા તથા ટેકસ ઇન્સ્પેકટર કમલેશ ઠાકર, મુકેશ ખંધેડીયા, નિતીન ખંભોડીયા, જયોતી ખંભોડીયા સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

 

(3:43 pm IST)