Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

પ્રિન્ટીંગ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જનાર પ્રેસ એન્ટરપ્રાઈઝ - પ્રિન્ટર્સ એન્જીનિયર્સવાળા

રાહુલભાઈ જોષીના ધર્મપત્નિનું દુઃખદ અવસાન : સાંજે ૫ાા વાગ્યે અંતિમયાત્રા : સોમવારે પ્રાર્થનાસભા

રાજકોટ : સૌરાષ્ટ્ર જ નહિં સમગ્ર ગુજરાત - દેશમાં પ્રિન્ટીંગ ક્ષેત્રે નવા મશીનો અને વિજળીનો અપાર બચાવ કરતી આધુનિક ટેકનોલોજીનો આવિષ્કાર કરનાર જોષી પરીવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. પ્રેસ એન્ટરપ્રાઈઝ અને પ્રિન્ટર્સ એન્જીનિયર્સ વાળા શ્રી રાહુલભાઈ બચુભાઈ જોષીના ધર્મપત્નિ અને કમલેશભાઈ, જીતેનભાઈ તથા આરતીબેનના માતુશ્રી, તેમજ પ્રજ્ઞેશભાઈ જાની (ડે.કલેકટર)ના સાસુમા તેમજ ભરતભાઈ અને નિલેશભાઈ (પપુભાઈ)ના ભાભીશ્રીનું આજરોજ તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની અંતિમયાત્રા આજે સાંજે ૫:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન, રાજકોટ ખાતેથી નીકળી મોટા મવા સ્મશાનગૃહ કાલાવડ રોડ ખાતે જાશે. સદ્દગતની પ્રાર્થનાસભા - બેસણું તા.૨૫ના સોમવારે સાંજે ૪ થી ૬ પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટમાં દાયકાઓ પૂર્વે પ્રિન્ટર્સ એન્જીનિયર અને સ્વ.બચુભાઈ જોષી પ્રિન્ટીંગ મશીનોના રીપેરીંગમાં ખૂબ માનવંતુ સ્થાન ધરાવતા. તેમના પુત્રો શ્રી રાહુલ જોષી, શ્રી ભરત જોષી અને શ્રી નિલેશ (પપ્પુ) જોષીએ ક્રાંતિ સર્જી નવી જ ઢબના સરળ - ઉર્જાની બચત કરતા મશીનોની શોધ કરી.

પ્રિન્ટર્સ એન્જીનિયર્સના હૃદય સમા શ્રી રાહુલભાઈ જોષીના ધર્મપત્નિ શ્રીમતી રંજનબેન છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. તેમના જીવનને બચાવવા અથાગ પ્રયાસો અને ડોકટરો - સર્જનોની અપાર જહેમત પછી અચાનક આજે સવારે તેમની તબિયત બગડતા અંતિમ શ્વાસ લીધા હતા. સદા હસમુખા સ્વભાવના, ધર્મ પરાયણ રંજનબેનના અવસાનથી ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

''અકિલા'' પરિવારના શ્રી કિરીટભાઈ ગણાત્રા, શ્રી અજિતભાઈ ગણાત્રા, શ્રી નિમીષભાઈ ગણાત્રાએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

''અકિલા'' પરિવારે બે મિનિટ મૌન પાળી સ્વ.રંજનબેનને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

(કમલેશભાઈ -મો.૯૯૨૪૩ ૧૧૦૦૦)

 

(3:41 pm IST)