Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ફાલ્કન દ્વારા ૧૭ મો એકસકલુઝીવ શો રૂમ ખુલ્લો મુકાયો : શહીદ પરીવારના હસ્તે ઉદ્દઘાટન

રાજકોટ : અદ્યતન ટેકનોલોજી સાથે વોટર સોલ્યુશન પ્રદાન કરનાર ફાલ્કન પમ્પસ દ્વારા અમદાવાદના સરખેજ વિસ્તારમાં ૧૭ મો એકસકલયુજીવ શોરૂમ ખુલ્લો મુકવામાં આવ્યો છે. દેશની સુરક્ષા માટે જીવનું બલિદાન આપતા શહીદ જવાનોને યાદ કરી ૧૩ વીર શહીદ જવાનોના પરિવારના હસ્તે આ શો રૂમ ખુલ્લો મુકવાની પહેલ કરવામાં આવી હતી. કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર ધીરજલાલ સુવાગીયા, એકિઝકયુટીવ ડીરેકટર કમલનયન સોજીત્રા, જગદીશભાઇ કોટડીયા, હરસુખભાઇ સુવાગીયા, ભાર્ગવભાઇ સુવાગીયા, ભાવનાબેન સુવાગીયા, મીરાબેન સોજીત્રા, ભાવનાબેન કોટડીયા, વિદ્યા સુવાગીયા, નિસર્ગ સુવાગીયા, નમ્રતા અને સાગર ગજેરા, પલક, સાવન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાતિ કે સંપ્રદાયના ભેદભાવમાં પડયા વગર યુવા વર્ગને રોજગારીનો રાષ્ટ્રધર્મ બજાવતા ફાલ્કન પંપ દ્વારા વિશ્વસ્તરીય ડીઝાઇન અને ટેકનોલોજીનો અનોખો સુમેળ કરવામાં આવ્યો છે. ઇનોવેશન અને ગુણવત્તાયુકત સોલ્યુશન પ્રદાન કરવા પર કેન્દ્રીત રહ્યુ છે. એવી ટેકનોલોજી સાકાર કરી કે જેનાથી ૩૫% થી ૫૦% સુધી વિજળીની મહાબચત થાયછે. ઝીરો મેઇન્ટેનન્સ ખર્ચ અને નહીવત જાળવણી ખર્ચ આવે છે. આઇ.એસ.આઇ. આઇ.એસ.ઓ. ૧૪૦૦૦:૨૦૧૫ જેવા પર્યાવરણ સર્ટીફીકેટ ધરાવતી આ કંપની અમદાવાદમાં ૪૫૦૦ સ્કવેર ફુટનો ભવ્ય રીટેઇલ અને હોલસેલ શો-રૂમ શરૂ કરેલ છે. અનુભવી એન્જીનીયરો, યુવા ટીમ, સ્કીલ કારીગરો કંપની સાથે જોડાયેલા છે. ફાલ્કન કંપનીના ચેરમેન, ડીરેકટર, રાજયના મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ, આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. અધિકારીઓ, સહકારી અધિકારીઓ, એન.જી.ઓ.ના ચેરમેનો, બોર્ડ ઓફ ડીરેકટર્સ, ગ્રામ સેવક, સરપંચો, સામાજીક આગેવાનો, સહકારી મંડળીના પ્રમુખો, બેંક ડીરેકટરો, સહકારી ક્ષેત્રના આગેવાનો, હોસ્પિટલ, શિક્ષણ અને હોટલ ક્ષેત્રના આગેવાનોનો ફાલ્કન ગ્રુપ દ્વારા આભાર વ્યકત કરાયો છે. તસ્વીરમાં શહિદ પરિવારનો હસ્તે રીબીન કાપી શોરૂમનું ઉદ્દઘાટન થતુ તેમજ ધ્વજવંદના અને શહીદ પરિવારોને ચેક અર્પણ થતો નજરે પડે છે.

(3:37 pm IST)