Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

શંકર- જયકિશનના શાસ્ત્રીય રાગો પર આધારિત સુમધુર ગીતો છવાઈ ગયા

રાજકોટ,તા.૨૩: તાજેતરમાં સુપ્રસિધ્ધ સંગીતકાર શંકર- જયકીશનના શાસ્ત્રીય રાગ ઉપર આધારિત ફિલ્મી સંગીતનો કાર્યક્રમ યોજાઈ ગયો. શહેરીજનો અભિભૂત થઈ ગયા હતા.

રાજકોટના મેયર શ્રીમતી બીનાબેન આચાર્યએ દીપ પ્રાગટય કર્યું હતું. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલિબેન રૂપાણી, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાનુબેન બાબરીયા, ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, કાશ્મીરાબેન નથવાણી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના મુખ્ય કલાકારો મુંબઈના પંડિત અમરેન્દ્ર ધનેશ્વર અને પુનાના વિદુષી સાનિયા પાટણકરનું સરગમ પરિવારે સ્વાગત કર્યું હતું. ગુણવંત ડેલાવાળાએ સૌને આવકાર્યા હતા. તેમણે સંચાલન કરેલ. આભારવિધિ પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ એમ.કે.પટેલે કર્યું હતું.

સર્વશ્રી ભરતભાઈ સોલંકી, મિતેનભાઈ મહેતા, રાજેન્દ્રભાઈ શેઠ, રમેશભાઈ અકબરી, નિલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, ભાવનાબેન મહેતા, ચેતનાબેન  સવજાણી, જયશ્રીબેન મહેતા, વિપુલાબેન હિરાણી, જયશ્રીબેન વ્યાસ વગેરેએ જહેમત  ઉઠાવી હતી.

(3:35 pm IST)
  • યાસીન મલિકના સંગઠન પર પ્રતિબંધથી મહેબુબા મુફ્તી ભડકી ;કહ્યું આ પ્રતિબંધ કાશ્મીરને ખુલી જેલમાં બદલી નાખશે ;જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ યાસીન મલિકના નેતૃત્વવાળા જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ પર પ્રતિબંધને હાનિકારક ગણાવ્યું :કહ્યું કે આ પગલાંથી કાશ્મીરને ખુલી જેલમાં બદલી નાખશે :તેનાથી કાઈ હાંસલ નહિ થાય access_time 12:47 am IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉત્તરપ્રદેશના મેરઠથી શરૂ કરશે ચૂંટણીપ્રચાર : ૨૮મીએ મેરઠમાં જંગી જનસભાનું આયોજન access_time 4:01 pm IST

  • ભાજપે લોકસભા ચૂંટણીના આંધ્રપ્રદેશ, આસામ, મહારાષ્ટ્ર અને ઓડીસાના 36 ઉમેદવારોની સુચી જાહેર કરી : ગિરીશ બાપટ પુણેથી અને સંબીત પાત્રા પુરીથી ચૂંટણી લડશે. access_time 1:36 am IST