Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

કુમકુમ ગ્રુપ દ્વારા હોળી ઉત્સવ : શહીદોને શ્રદ્ધાંજલી : ચકલીના માળા - પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ

રાજકોટ : કુમકુમ ગ્રુપ દ્વારા બાલભવન ખાતે ધુળેટી પર્વની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી. ચોતરફ મોજ મસ્તી અને કલરફુલ ચહેરા જોવા મળી રહ્યા હતા. કુમકુમ ગ્રુપના આ ઉત્સવમાં શહેરનું યુવાધન અને નાના - મોટા અનેક રંગે રમવા માટે હિલોળે ચડ્યો હતો. ૩૫ હજાર સાઉન્ડ ડીજે સાથે સૌ નાચગાન ગરબા સાથે આનંદ લેતા હતા. કાર્યક્રમને અંતે ચકલીઘર તેમજ ૫૦૦ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. રાષ્ટ્રીય ગીતનું ગાન કરી શહીદોને અંજલી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા કુમકુમ ગ્રુપના પ્રમુખ મનોજભાઈ પટેલ, રાજદીપસિંહ જાડેજા (વાવડી) ડો.મનીષ ગોસાઈ, નારણ બોળીયા, યોગીન છનીયારા, અશોક જાદવ, ધારા વૈષ્ણવ, રમાબેન હેરભા, કિરણબેન માકડીયા, રાજુભાઈ પ્રજાપતિ, સુરેશ લાથવાણી, ભાવેશ સાંગાણી, અવિ મકવાણા, ભરત ઈલાણી, કેતન વાછાણી, મોહતી સાંગાણી, રવિ પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:23 pm IST)