Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ગોવર્ધન ગૌશાળાના લાભાર્થે યોજાયેલ વિરાટ સોમયજ્ઞનું સમાપન

ઇન્દોર, મધ્યપ્રદેશ, દુબઇ, લંડનથી આવેલ વૈષ્ણવોએ યજ્ઞ દર્શનનો લીધો લ્હાવો : સહયોગી બનનારનો આભાર વ્યકત કરતા વાડોલીયા

રાજકોટ : વિશ્વ કલ્યાણની ભાવના સાથે શ્રી ગોવર્ધન ગૌશાળાના લાભાર્થે રાજકોટના આંગણે ગોસ્વામી શ્રી ગોકુલોત્સવજી મહારાજ, ઇન્દોર એવમ ગોસ્વામી શ્રી વ્રજોત્સવજી મહારાજ, શ્રી ઉમંગ બાવાળરીની આજ્ઞાથી વિરાટ સોમયજ્ઞ મહયોત્સવનું આયોજન થયુ હતુ. વૈષ્ણવ મંડળો, સેવા ભાવી મંડળો, મહીલા મંડળોના સહયોગથી યજ્ઞ કાર્ય પૂર્ણ થયેલ છે. આયોજન સમિતિના કન્વીનર પૂર્વ કોર્પોરેટર જેરામભાઇ વાડોલીયા, ગોવર્ધન ગૌશાળાની ટીમ દ્વારા ૧૫૦ ફુટ રીંગ રોડ, દ્વારકેશ હાઇટસની બાજુમાં લલિતભાઇ ભાલોડીયાના મેદાનમાં વિશાળ યજ્ઞ કુંડ તૈયાર કરવામાં આવ્યો હતો. જયારે ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા પી. ટી. જાડેજા ઓલ ઇન્ડિયા રાજપુત સમાજ પ્રમુખના ગ્રાઉન્ડમાં ગોઠવવામાં આવી હતી. દરરોજ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમીજનો યજ્ઞ દર્શન અને પ્રસાદનો લ્હાવો લઇ રહ્યા હતા. વરીયા વૈષ્ણવ પ્રજાપતિ યુવક મંડળે પ્રસાદ વ્યવસ્થા અને સોમયજ્ઞની અન્ય સેવા સંભાળી હતી. વિષ્ણુ ગોપાલ યજ્ઞમાં ૭૦૦ થી વધારે નવદંતિઓએ સાતકે બેસવાનો લાભ લીધો હતો. નિઃસંતાન દંપતિઓએ ગોદભરાઇ માટે શ્રી વહુજી મારાજશ્રી પાસે આશીર્વાદ લીધા હતા. અન્ય દુઃખ દર્દ મટાડવા શ્રી ગોકુલોત્સવજી મહારાજ પાસે આશીર્વાદ લીધા હતા. લાખોની સંખ્યામાં વૈષ્ણવોએ યજ્ઞ દર્શનનો લાભ લીધો હતો. બંડી, ધોતી ધારી સ્વયંસેવકોએ કાબીલે દાદ સેવા આપી હતી. મુખ્ય યજમાન બીપીનભાઇ હદવાણી, રાજુભાઇ કાલરીયા, સુનિલભાઇ મહેતા, કિશોરભાઇ સાવલીયા, મનેષ માડેકા, ભીખાભાઇ વિરાણી, કૃષ્ણકાન્તભાઇ ધોળકીયા, જેરામભાઇ વાડોલીયા, જેન્તીભાઇ સખિયા, પ્રકાશભાઇ ચોટાઇ, પ્રભુદાસભાઇ પારેખ, દિલીપભાઇ સોમૈયા, વિનુભાઇ પારેખ, સુખાભાઇ કોરડીયા, જગદીશભાઇ હરીયાણી તેમજ સામગ્રીના દાતાઓનો સહકાર મળેલ. સમગ્ર યજ્ઞ કાર્યને સફળ બનાવવા ગોવર્ધન ગૌ શાળા અને વરીયા વૈષ્ણવ પ્રજાપતિ યુવક મંડળના લલિત વાડોલિયા, હરેશ વાડોલિયા, સુરેશભાઇ સંચાણિયા, પ્રવિણભાઇ સંચાણિયા, સુરેશભાઇ નળીયાપરા, પ્રતાપ નળીયાપરા અને ટીમે જહેમત ઉઠાવી હતી. રાજવી પરિવારના માંધાતાસિંહ તેમજ  યુવરાણીજીએ પણ દર્શનનો લાભ લીધો હતો. ઇન્દોર, મધ્યપ્રદેશ, લંડન, દુબઇથી વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનમાં સહયોગી બનનાર તમામનો  યજ્ઞ કન્વીનર જેરામભાઇ વાડોલીયાએ આભાર વ્યકત કરેલ છે.

(3:23 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કર્ણાટકની દક્ષિણ બેંગાલુરૂની બેઠક ઉપરથી પણ ચૂંટણી લડશે તેવા સંકેતો ભાજપ હાઈ કમાંડે આપ્યાનું જાહેર થયું છે : ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ ડો. મુરલીધર રાવે કર્ણાટક ભાજપ નેતાઓને જરૂરી તૈયારીઓ માટે એલર્ટ કરી દીધાનું જાહેર થયું છે : નરેન્દ્રભાઈ તેમની પરંપરાગત વારાણસીની બેઠક ઉપરાંત હવે બીજી બેઠક દક્ષિણ ભારતમાંથી લડશે એવું સ્પષ્ટ થઈ રહ્યું છે : આ પહેલાની ચૂંટણી નરેન્દ્રભાઈ વારાણસી ઉપરાંત બરોડાથી લડયા હતા અને રેકર્ડબ્રેક માર્જિનથી ચૂંટાયા હતા : આઆ વખતે નરેન્દ્રભાઈ રાજકોટથી લડશે તેવી પણ ભારે ચર્ચા હતી access_time 12:58 am IST

  • ગુજરાત કેડરના ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર શ્રી એસ. કે. મહેતાની કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન તરીકે નિમણૂંક થઈ છે. access_time 10:01 pm IST

  • ભારતના પહેલા લોકપાલ તરીકે જસ્ટીસ પિનાકી ચંદ્ર ઘોષને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શપથ ગ્રહણ કરાવેલ access_time 11:31 am IST