Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

પોપટપરામાં અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી રફીક ઝાફરાણીની કારમાં ચાર શખ્સોની તોડફોડ

એઝાઝ ખીયાણી, મુસ્તુફા ખિયાણી અને સન્ની સિંધી અને માજીદ ભાણુ સામે ગુનો

રાજકોટ, તા., ૨૩: પોપટપરામાં દોઢ માસ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખી મુસ્લીમ યુવાનની કારમાં ચાર શખ્સોએ તોડફોડ કર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પોપટપરા મેઇન રોડ રઘુનંદન શેરી નં. ૬૧ માં રહેતા રફીકભાઇ મુસાભાઇ ઝાફરાણી (ઉ.વ.૩પ) એ પ્ર.નગર પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે પોપટપરા મેઇન રોડ પર કિસ્મત મોબાઇલ નામની દુકાન ચલાવે છે મોડી રાત્રે ભાણેજ  મહેબુબ યુસુફભાઇ જુણાચ ગેબનશા પીરની દરગાહએ ઉર્ષ હોઇ જેથી તે ત્યાં બેઠો હતો અને થોડીવાર બાદ તે ત્યાંથી દરગાહની બાજુમાં આવેલ ત્યારે પાછળથી એઝાઝ ખીયાણી, મુસ્તફા ખીયાણ, માજીદ ભાણુ અને સન્ની સિંધ મહેબુબ કેજે મારો ભાણેજ થાય છે તેને ગોતતા હતા. અને તેઓની પાસે લોખંડનો પાઇપ, ધોકા અને તલવાર હતી તેમ કહેતા પોતે તથા મહેબુબ તથા સદામ દલવાણી, શાહરૂખ અને સુલતાન પોપટપરા ઇમામ ચોક ખાતે ગયા ત્યારે ત્યાં પોતે પાર્ક કરેલી જી.જે. ૩ કેએચ-૩૧૩ નંબરની આઇ ટવેન્ટી કારનો પાછળનો કાચ તુટેલો અન ડાબી બાજુ સાઇડના દરવાજાની ઉપર નુકશાન કરેલ હતું. થોડીવારમાં એક કાળા કલરની સ્કોર્પીયો આવેલ અને અમને બધાને જોઇને નાસી ગયા હતા. આ બનાવમાં દોઢ માસ પહેલા રફીક ઝાફરાણીને એઝાઝ, મુસ્તુફા, માજીદ અને સન્ની સાથે માથાકુટ થઇ હતી. જે બાબતનો ખાર રાખી કારમાં તોડફોડ કરી કારમાં નુકશાન કર્યાનું જણાવાયું છે.આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે રફીક ઝાફરાણીની ફરીયાદ પરથી ચારેયશખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ બી.વી.બોરીસાગરે તપાસ આદરી છે.

 

(3:20 pm IST)